ઉદ્ધવને સત્તાનું ઘમંડ, રાજ્યપાલ Koshyariને સરકારી વિમાનયાત્રાની મંજૂરી ના આપી, વિમાનમાંથી ઊતરવું પડ્યું નીચે

મહારાષ્ટ્રના રાજ્યપાલ Bhagat Singh Koshyariનો ઉત્તરાખંડ પ્રવાસ ખાનગી નહીં પણ સત્તાવાર હતો. તેઓ ઉત્તરાખંડના મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડેમીમાં IAS અધિકારીઓના 122 મા ઇન્ડેક્શન ટ્રેનિંગ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા.

ઉદ્ધવને સત્તાનું ઘમંડ, રાજ્યપાલ Koshyariને સરકારી વિમાનયાત્રાની મંજૂરી ના આપી, વિમાનમાંથી ઊતરવું પડ્યું નીચે
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 11, 2021 | 3:47 PM

મહારાષ્ટ્રમાં રાજભવનને લગતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રમાં રાજભવન અને મહારાષ્ટ્રમાંની ઉદ્ધવ સરકાર વચ્ચે પહેલાથી જ તણાવભર્યા સંબંધો વચ્ચે ગુરુવારે બીજો વિવાદ ઉભો થયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ Bhagat Singh Koshyari રાજ્ય સરકારના વિમાન દ્વારા દેહરાદૂન જવાના હતા. રાજ્યપાલ ભગતસિંહ Koshyari સરકારી ચાર્ટર વિમાનમાં 20 મિનિટ સુધી રાહ જોતા બેઠા રહ્યાં, પરંતુ ઉદ્ધવ સરકારે મંજૂરી આપી ન હતી, ત્યારબાદ રાજ્યપાલે વિમાનમાંથી નીચે ઉતરવું પડ્યું હતું. રાજ્યપાલ કોશિયારી ખાનગી એરલાઇન્સની ટિકિટ બુક કરીને મુંબઇથી દહેરાદૂન જવા રવાના થયા. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ બાદ ભાજપ અને મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર વચ્ચેનો વિરોધ વધી શકે છે.

સરકારી કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા મહારાષ્ટ્રના રાજભવન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ Bhagat Singh Koshyariનો ઉત્તરાખંડ પ્રવાસ ખાનગી નહીં પણ સત્તાવાર હતો. તેઓ ઉત્તરાખંડના મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડેમીમાં IAS અધિકારીઓના 122 મા ઇન્ડેક્શન ટ્રેનિંગ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા.મહારાષ્ટ્ર સરકારને આ કાર્યક્રમ અને રાજ્યપાલના પ્રવાસ વિશે 2 ફેબ્રુઆરીએ જ જણાવી દેવામાં આવ્યું હતું. રાજ્યનું સરકારી વિમાનમાં આવ્યા પછી પણ પરવાનગી આપવામાં આવી ન હતી. ત્યારબાદ રાજ્યપાલ ખાનગી કોમર્શિયલ ફ્લાઈટમાં દહેરાદૂન જવા રવાના થયા હતા.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

વિમાનમાંથી ઉતરીને પણ અડધો કલાક રાહ જોવી પડી મળતી માહિતી અનુસાર સરકારી ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી મુખ્યપ્રધાનના તાબામાં આવતા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપવામાં આવે છે. પરંતુ સામાન્ય વહીવટ તરફ કોઈ માહિતી આપવામાં આવી ન હતી. વિમાનમાં બેઠા બેઠા 20 મિનિટ સુધી રાહ જોયા બાદ ભગતસિંહ કોશિયારી વિમાનમાંથી નીચે ઉતરીને વીઆઈપી ઝોનમાં બેસી ગયા હતા. ત્યાં પણ તેઓ તે લગભગ અડધો કલાક સુધી બેસી રહ્યા, પણ મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી કોઈ ફોનકોલ કે માહિતી મળી ન હતી.રાજ્યપાલે ખાનગી વિમાનથી ઉત્તરાખંડ જવાનો નિર્ણય કર્યો અને રાત્રે 12.15 વાગ્યે મુંબઇથી દહેરાદૂન જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ દ્વારા દહેરાદૂન રવાના થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">