જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને કોણ કરી રહ્યું છે મદદ? થયો મોટો ખૂલાસો
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને કોણ સુરક્ષા આપી રહ્યું છે અને તે કેવી રીતે ભારે બંદોબસ્ત વચ્ચે સરળતાથી કાશ્મીરના મુખ્યમથકો સુધી પહોંચી રહ્યાં છે તે બાબતે અગત્યનો ખૂલાસો થયો છે. ટ્રકના ડ્રાઈવર સીમા પારથી આવેલાં આતંકીઓને પનાહ આપી રહ્યાં છે અને તેના માટે મોટી રકમ પણ વસૂલી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને કોણ સુરક્ષા આપી રહ્યું છે અને તે કેવી રીતે ભારે બંદોબસ્ત વચ્ચે સરળતાથી કાશ્મીરના મુખ્યમથકો સુધી પહોંચી રહ્યાં છે તે બાબતે અગત્યનો ખૂલાસો થયો છે. ટ્રકના ડ્રાઈવર સીમા પારથી આવેલાં આતંકીઓને પનાહ આપી રહ્યાં છે અને તેના માટે મોટી રકમ પણ વસૂલી રહ્યાં છે.
જમ્મુ કાશ્મીરમાં નેશનલ હાઈવે પર નગરોટાની નજીક પોલીસ અને આર્મીના સૂત્રોને જાણકારી મળી કે એક ટ્રકમાં આતંકવાદીઓ સવાર થઈને શહેર તરફ આવી રહ્યાં છે. સવારના 5.30 વાગ્યે પોલીસે આ ટ્રકને રોક્યો તો અંદર છૂપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. હાઈવે પર અફરાતફરી મચી જવા પામી અને ફાયરિંગનો જવાબ પોલીસે પણ આપ્યો. પોલીસની કાર્યવાહીમાં એક આતંકવાદી ત્યાં ટ્રકમાં જ ઠાર મરાયો તો અન્ય બે આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પરિસ્થિતિને જોતા ટ્રકના કિલનર અને ડ્રાઈવરે પણ ભાગવાની કોશિશ કરી. જો કે પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરને પકડી લીધા છે. કાશ્મીરમાં હિમવર્ષા ચાલી રહી છે અને તેનો લાભ લઈ આતંકીઓ કાશ્મીરમાં ઘૂસી રહ્યાં છે. કાશ્મીરના સરહદી વિસ્તારથી ટ્રકવાળાઓ તેને મુખ્ય શહેરો સુધી પહોંચાડી રહ્યાં છે. આ માટે 70 હજારથી લઈને એક લાખ સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીર હાઈવે પર લાખો ટ્રક ચાલે છે અને તેને લઈને સરળતાથી આતંકવાદીઓ આ પ્રયુક્તિનો ઉપયોગ કરી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]