ચર્ચિત શીના બોરા મર્ડર કેસ, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરે કર્યો મોટો ખૂલાસો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા પોતાની બુક ‘Let Me Say It Now’માં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાકેશ મારિયાએ પોતાની આત્મકથામાં દાવો કર્યો છે કે 2015માં શીના બોરા મર્ડર કેસની તપાસ દરમિયાન શરૂઆતાં સંયુક્ત પોલીસ કમિશનર ભારતીએ ખુલાસો નહોતો કર્યો કે તે મામલાના શંકાસ્પદ પીટર મુખર્જી અને તેમની પત્ની ઇન્દ્રાણી મુખર્જીને ઓળખતા હતા. રાકેશ મારિયાએ […]

ચર્ચિત શીના બોરા મર્ડર કેસ, મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરે કર્યો મોટો ખૂલાસો
TV9 WebDesk8

|

Feb 18, 2020 | 5:22 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયા પોતાની બુક ‘Let Me Say It Now’માં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રાકેશ મારિયાએ પોતાની આત્મકથામાં દાવો કર્યો છે કે 2015માં શીના બોરા મર્ડર કેસની તપાસ દરમિયાન શરૂઆતાં સંયુક્ત પોલીસ કમિશનર ભારતીએ ખુલાસો નહોતો કર્યો કે તે મામલાના શંકાસ્પદ પીટર મુખર્જી અને તેમની પત્ની ઇન્દ્રાણી મુખર્જીને ઓળખતા હતા. રાકેશ મારિયાએ પોતાની બૂકમાં તપાસ દરમિયાન તેમની બદલીને લઇને પણ મૌન તોડ્યું છે. મહત્વનું છે કે મારિયા પર આરોપ હતો કે તે પીટરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ચર્ચિત શીના બોરા હત્યાકાંડ: બોમ્બે હાઈકોર્ટે પીટર મુખર્જીને 5 વર્ષ બાદ આપ્યા જામીન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પુસ્તક અનુસાર મુખર્જી સાથે દેવેન ભારતીની દોસ્તી વિશો ત્યારે ખુલાસો થયો જ્યારે મારિયાએ ઇંદ્રાણીની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનમાં પીટરની પુછપરછ કરી. મારિયા પુસ્તકમાં આ ઘટના વિશે લખ્યું છે કે જ્યારે તેમણે પીટરને સવાલ કર્યો કે 2012માં શીના અચાનક ગુમ થઈ તેની જાણ થઈ છતાં તેણે કેમ કંઈ ન કર્યું? તેના પર પીટરે જવાબ આપ્યો કે, ‘સર, મે દેવેન ભારતીને કહ્યું હતું.’ પુસ્તકમાં લખ્યું છે કે, ‘મારિયાએ દેવેન તરફ જોયું પરંતુ તે ચુપ રહ્યાં, કંઇ જ બોલ્યા નહીં’ પીટરે જે વાત કહી તેને સાંભળી ત્યાં હજાર સૌ અધિકારીઓ દંગ રહી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati