Modi Cabinet Expansion : ગુજરાતમાંથી આ ત્રણ નવા ચહેરાને મળી શકે છે મોદી મંત્રીમંડળમાં સ્થાન

ગુજરાતમાંથી હાલ મોદી મંત્રીમંડળમાં સ્થાન પામેલા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવી શકે છે.

Modi Cabinet Expansion : ગુજરાતમાંથી આ ત્રણ નવા ચહેરાને મળી શકે છે મોદી મંત્રીમંડળમાં સ્થાન
Gujarat MP Darshana Jardosh, Mahendra Munjpura And Devusinh Chauhan (File Photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 5:27 PM

કેન્દ્રની મોદી( Modi ) સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જેમાં દેશના અનેક રાજયોમાં નવા ચહેરાને મંત્રીપદ આપવામાં આવી શકે છે. જેમાં ગુજરાત( Gujarat )માંથી પણ ત્રણ નવા નેતાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ સાંજે થવાનું છે. જો કે તે પૂર્વે જ ઘણા નેતાઓ બે દિવસથી દિલ્હી છે. તેમજ પીએમ મોદીએ મંત્રીમંડળમાં સ્થાન પામનારા આ નેતા સાથે આજે બેઠક પણ કરી છે. જો કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરામાં સુરતના મહિલા સાંસદ દર્શના જરદોષ, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપુરા અને ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણને સ્થાન મળી શકે છે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ગુજરાત( Gujarat )માંથી હાલ મોદી મંત્રીમંડળમાં સ્થાન પામેલા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સરકારે નવા સહકાર મંત્રાલયની જાહેરાત કરી

કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે સરકારે નવા સહકાર(Co Operative)  મંત્રાલયની જાહેરાત કરી છે. જેના પગલે એ શક્યતા પ્રબળ બની છે આ મંત્રાલયમાં ગુજરાતી નેતાને સ્થાન આપવામાં આવશે. જેમાં પીએમ મોદી(PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલના હંમેશા વખાણ કર્યા છે. તેમજ આ ક્ષેત્રના વિકાસ માટે પણ પ્રયાસો ર્ક્યા છે. જેના પગલે આજે વિસ્તરણ થનારા મોદી મંત્રીમંડળમાં સહકારી ક્ષેત્રના ગુજરાતી  નેતાને મંત્રીપદ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા  છે.

આ ઉપરાંત હાલમાં પીએમ મોદીના મંત્રીમંડળમાં બે ગુજરાતી નેતા મનસુખ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલા છે. જેમાં હાલ પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે સરકારે જાહેર કરેલા નવા સહકાર મંત્રાલયની જવાબદારી પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલયમાંથી મુકત કરીને સોંપવામાં આવી શકે છે અથવા તો કોઇ બીજા સહકારી આગેવાન નેતાને ગુજરાતમાંથી મંત્રી પદ આપી શકે છે. જેમાં જોવા જઇએ ઘનશ્યામ અમીન, નરહરી અમીન, અજય હરિભાઈ પટેલ, શંકર ચૌધરી અથવા દિલીપ સંઘાણીને પણ નવા ચહેરા તરીકે સ્થાન આપી શકે છે.

આ પણ  વાંચો : Gandhinagar: મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મુદ્દા પર થઇ શકે છે ચર્ચા

આ પણ  વાંચો : Delhi: પૂર્વ કેન્દ્રીય પ્રધાનની પત્નીની પોતાના ઘરમાં જ થઈ હત્યા, ઘરકામ કરતા વ્યક્તિની કરાઈ ધરપકડ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">