તમિલનાડુને ઝૂકવા માટે મજબૂર કરે એ આ ભારત નથી : રાહુલ ગાંધી

Chandrakant Kanoja

Chandrakant Kanoja |

Updated on: Mar 28, 2021 | 4:47 PM

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે રવિવારે ચેન્નઈમાં એક જાહેર રેલીને સંબોધન કર્યું હતું. જેમાં રેલીમાં રાહુલ ગાંધી પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપમાં સબંધો ત્યારે જ ટકી શકે છે જ્યારે તમે પાર્ટીના મોટા નેતાઓના પગે પડો છો.

તમિલનાડુને ઝૂકવા માટે મજબૂર કરે એ આ ભારત નથી : રાહુલ ગાંધી
તમિલનાડુને ઝૂકવા માટે મજબૂર કરે એ આ ભારત નથી : રાહુલ ગાંધી

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસ સાંસદ Rahul Gandhi  એ આજે રવિવારે ચેન્નઈમાં એક જાહેર રેલીને સંબોધન કર્યું હતું. જેમાં રેલીમાં Rahul Gandhi  પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપમાં સબંધો ત્યારે જ ટકી શકે છે જ્યારે તમે પાર્ટીના મોટા નેતાઓના પગે પડો છો. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે તમિલનાડુના મુખ્યમંત્રી ઇ.પલાની સ્વામીને પીએમ મોદીને  ઝૂકીને તેમના પગે લાગતા જોયા આ રીતે તેમને નમતા જોઇને સારું લાગતું નથી.

Rahul Gandhi  એ એક તસવીરનો હવાલો આપીને ભાજપના મોટા નેતા પર આરોપ લગાવીને કહ્યું કે ભાજપના સબંધો ચાલવાની સંભાવના ત્યારે છે જ્યારે પીએમ મોદી અને અમિત શાહ આગળ તમામ લોકો ઝૂકશે. તેમણે આગળ જણાવ્યું કે’ મે જોયું કે પીએમ મોદી તમિલનાડુના સીએમને કંટ્રોલ કરી રહ્યાં છે અને શાંતિથી પગે લાગવાનું કહેવામાં આવે છે. હાલમાં જ એક જુનિયર કોંગ્રેસ નેતા ભાજપમાં સામેલ થયા છે અને અમિત શાહને મળવાની તસવીરને લઇને આવ્યા હતા. મે તેમને અમિત શાહના પગે લાગતા જોયા હતા.

મુખ્યમંત્રી ખુદ ભ્રષ્ટ છે એટલે ઝૂકી  રહ્યાં છે

તેમણે કહ્યું કે હું એ સ્વીકાર નથી કરી શકતો. જો કે આટલી મોટી ભાષા અને પરંપરા વાળા રાજ્યમાં તમિલનાડુના મુખ્યમંત્રીને અમિત શાહ સામે ઝૂકવાની જરૂર નથી. પરંતુ તે પણ ખુદ ભ્રષ્ટ છે એટલા માટે જ તે અમિત શાહ અને પીએમ મોદી આગળ ઝૂકવા માટે મજબૂર છે. તેનાથી મને ગુસ્સો આવ્યો અને નેતા એ લોકોની સામે નમી રહ્યા છે અને એજ કારણ હું આજે અહીંયા છું. હું તમિલ લોકો સાથે એક એવો સબંધ બનાવવા માંગુ છું જે બરાબરીનો હોય.

મારી માટે તમિલ ભાષા એટલી જ મહત્વપુર્ણ

આ દરમ્યાન ભાષાને લઇને પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે મારે એવું ભારત નથી જોઇતું જ્યાં એક ભાષા બીજી ભાષાથી વધારે સર્વોપરી હતી. જ્યાં એક પરંપરા બીજી પરંપરાથી વધારે ઉપર હોય. મારી માટે તમિલ ભાષા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી મહત્વપૂર્ણ અન્ય ભાષાઓ છે. તેમજ હું કહું કે તમિલનાડુ ભારત છે. તો મારે એ પણ માનવું પડશે કે ભારત તમિલનાડુ છે. મારા માટે એક ભારત જે તમિલનાડુને ઝૂકવા માટે મજબૂર કરવામાં આવે છે  આ ભારત નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati