પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈ શરૂ થયો ધમધમાટ, શુક્રવારે જાહેર થશે મતદાર યાદી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈ શરૂ થયો ધમધમાટ, શુક્રવારે જાહેર થશે મતદાર યાદી

પશ્ચિમ બંંગાળમાં (WEST BENGAL) વિધાનસભાની ચૂંટણી માટે તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભા માટે મતદારયાદી શુક્રવારે જાહેર કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના ચૂંટણી અધિકારીએ, ગૃહવિભાગ સહીત સંબધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને, વર્તમાન પરિસ્થિતિની સમિક્ષા કરી હતી.

Bipin Prajapati

|

Jan 14, 2021 | 12:46 PM

પશ્ચિમ બંગાળ( WEST BENGAL) માં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બંગાળ( BENGAL)ની ચૂંટણીને લઈને ડેપ્યુટી સીઇઓ(CEO) સુદીપ જૈન (SUDEEP JAIN) સતત બીજા દિવસે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ, પોલીસ મહાનિદેશક, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવની હાજરી છે. માનવામાં આવી રહ્યું છે કે,બંગાળ (BENGAL)મતદાર યાદી પહેલા નાયબ ચૂંટણી કમિશનરની આ મુલાકાત મહત્વપૂર્ણ છે. મતદાર યાદી 15 જાન્યુઆરી એટલે કે શુક્રવારના રોજ મતદાતાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણી આ લિસ્ટના આધાર પર છે.

ચૂંટણીના થોડા સમય પહેલા ચૂંટણી પંચ રાજ્યમાં કેન્દ્રિય સૈન્યની નિમણૂક કરી શકે છે. તો સુદીપ જૈને (SUDEEP JAIN) આ રાજ્યના જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના રિપોર્ટ પણ લીધા હતા.બંગાળ(BENGAL)ની મુલાકાત બાદ નાયબ ચૂંટણી કમિશનર દિલ્હી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ મળ્યા બાદ કમિશનની સંપૂર્ણ બેંચ તેની તપાસ કર્યા બાદ બંગાળ(BENGAL)માં આવી શકે છે.

નોંધનીય છે કે, બુધવારે સવારથી નાયબ ચૂંટણી કમિશનરે જિલ્લાઓના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે ઉત્તર બંગાળ(BENGAL)ના જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષક સહિત અનેક અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ડેપ્યુટી ઇલેક્શન કમિશનર સુદીપ જૈને (SUDEEP JAIN) આ મુલાકાત દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત અહેવાલ લીધો હતો.

બંગાળ (BENGAL) ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગ કરી હતી. દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી માટે ફેબ્રુઆરીથી રાજ્યમાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જરૂરી છે કારણ કે બંગાળ (BENGAL) વિરોધી પક્ષો દ્વારા લોકશાહી અધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય મતદારોમાં વિશ્વાસ કેળવવો જરૂરી છે જેથી તેઓ કોઇ પણ ડર વગર મતદાન કરી શકે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati