કોંગ્રેસ વર્કિગ કમિટીમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીને બદલે પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાનો લખાયેલ પત્ર છવાયો

કોંગ્રેસ વર્કિગ કમિટીમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીને બદલે પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાનો લખાયેલ પત્ર છવાયો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીનો મુદ્દો એક તરફ રહ્યો પરંતુ કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવા લખેલ પત્રને લઈને વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ આ પત્રની સમયમર્યાદાને લઈને પ્રશ્ન ઉભો કર્યો છે. તો સોનિયા ગાંધી સમર્થક નેતાઓએ પત્ર લખનારા નેતાઓની ટીકા કરી છે. કપિલ સિબલે ટવીટ પરત […]

Bipin Prajapati

|

Aug 24, 2020 | 11:29 AM

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીનો મુદ્દો એક તરફ રહ્યો પરંતુ કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરવા લખેલ પત્રને લઈને વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીએ આ પત્રની સમયમર્યાદાને લઈને પ્રશ્ન ઉભો કર્યો છે. તો સોનિયા ગાંધી સમર્થક નેતાઓએ પત્ર લખનારા નેતાઓની ટીકા કરી છે. Sibal withdrew the tweet કપિલ સિબલે ટવીટ પરત ખેચ્યુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મળેલી બેઠકમાં અધ્યક્ષની પસંદગી કરવાના બદલે વિવાદ વધુ સર્જાયા છે. બેઠક દરમિયાન રાહુલ ગાંધીના નેતૃ્ત્વને લઈને કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને લખેલ પત્ર ભાજપના કહેવાથી લખાયો હોવાનો આક્ષેપ કરાયો છે. પત્રને લઈને કરાયેલા આક્ષેપ સંબધે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદે વિરોધ નોંધાવ્યો છે. જો કે કોંગ્રેસના નેતા રણદિપ સુરજેવાલે કહ્યુ પણ છે કે, રાહુલ ગાંધીએ કોઈ જ ટિપ્પણી કરી નથી. તો કપિલ સિબ્બલે પણ એવુ કહીને ટવીટ પરત ખેચી લીધુ કે રાહુલ ગાંધીએ મને વ્યક્તિગત રીતે તમામ બાબતોથી અવગત કરાયા છે. Ghulam Nabi's changed tune ગુલામનબી આઝાદના બદલાયા સુર, રાહુલ ગાંધીએ કશુ કહ્યું નથી તો બીજીબાજુ રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજીનામુ આપવાની મીડિયામાં ચાલેલી વાતને લઈને ગુલામનબી આઝાદે પણ એવુ કહ્યું કે, રાહુલ ગાંધીએ, કોંગ્રેસ વર્કિગ કમિટીની અંદર કે બહાર એવુ ક્યારેય નથી કહ્યું કે જે કોઈ પત્ર લખાયો છે તે ભાજપના કહેવાથી લખાયો છે.

પત્ર લખનારાઓની ટીકા કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે કોંગ્રેસ વર્કિગ કમિટી (CWC)ની બેઠક ચાલી રહી છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને આ પદ (રાષ્ટ્રીય અધ્યક્ષપદે) પરથી મુક્ત કરવા અને નવા કાયમી અધ્યક્ષની પસંદગી કરી પક્ષને સંકટમાંથી ઉગારવા માટે કહ્યુ છે. તો સાથોસાથ કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કેટલાક વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનોએ સોનિયા ગાંધીને સંબોધીને લખેલ પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના કેટલાક રાષ્ટ્રીય નેતાઓએ પત્રને લઈને નારાજગી વ્યક્ત કરીને પત્ર લખનારાઓની આકરી ટીકા પણ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati