મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી પ્રદીપ શર્માનું રાજીનામું, આ પાર્ટીમાં જોડાઈ શકે છે

મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરી ચુકેલી પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ આપી દીધું છે રાજીનામું. તેઓ થાણે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા. જો કે, તેમણે અચાનક રાજીનામું આપી દેતા પોલસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. એવી ચર્ચા ચાલી રહી છે કે, પ્રદીપ શર્મા રાજનીતિમાં આવી શકે છે. અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ શિવસેના તરફથી ચૂંટણી પણ લડી […]

TV9 Webdesk12

|

Jul 19, 2019 | 10:47 AM

મુંબઇમાં 100થી વધુ એન્કાઉન્ટર કરી ચુકેલી પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ આપી દીધું છે રાજીનામું. તેઓ થાણે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા. જો કે, તેમણે અચાનક રાજીનામું આપી દેતા પોલસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. એવી ચર્ચા ચાલી રહી છે કે, પ્રદીપ શર્મા રાજનીતિમાં આવી શકે છે. અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ શિવસેના તરફથી ચૂંટણી પણ લડી શકે છે. મહત્વનું છે કે, પ્રદીપ શર્મા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખ ધરાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ અમદાવાદની આ હોસ્પિટલમાં સરકારના આદેશ પછી પણ મા કાર્ડ ધારકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથિત ગેંગસ્ટર લખન ભૈયાને બોગસ એન્કાઉન્ટર કેસમાં સામેલ હોવાનો તેમના પર આરોપ લાગ્યો હતો. અને આ આરોપસર તેમને 2008માં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિં આ કેસમાં પ્રદીપ શર્મા સહિત 13 અન્ય પોલીસ અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે પ્રદીપ શર્માને આ કેસમાં મુક્ત કર્યાં હતા. અને ત્યારબાદ તેઓ 2013માં ફરજ પર પરત ફર્યાં હતા.

તેમાં પણ મહત્વની વાત તો એ છે કે, તે સમયની કોંગ્રેસ અને NCPની સરકાર પ્રદીપ શર્માને ફરજ પર પરત લેવા નહોતી ઇચ્છતી. પરંતુ તેમણે સરકારને ચેતવણી આપી હતી કે, જો તેમને ફરજ પર પરત લેવામાં નહીં આવે તો, તેઓ રાજનીતિમાં જોડાશે. આ ધમકી બાદ તેમને ફરજ પર પરત લેવામાં આવ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati