સાયરસ મિસ્ત્રીની નિયુક્તિને ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં પડકારી, કહ્યું ‘તરત સુનાવણી કરો’

સાયરસ મિસ્ત્રીની નિયુક્તિને ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં પડકારી, કહ્યું 'તરત સુનાવણી કરો'

18 ડિસેમ્બરના રોજ NCLATએ ટાટા સંસ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના વિવાદ કેસમાં સાયરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. સાયરસ મિસ્ત્રીને ફરીથી પદ પર લેવા માટે આદેશ NCLAT દ્વારા આપવામાં આવ્યો છે. જો કે ટાટા સંસને આ કેસમાં ફરીથી અપીલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

cyrus-mistry-nclt-tata-group-executive-chairman-restores jano cyrus mistry ne hatavva pachad shu karan hatu

આ પણ વાંચો :   વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટાટા સંસે આ કેસને લઈને NCLATએ ચુકાદો આપ્યો છે તેને કોર્ટમાં પડકાર્યો છે. ટાટા સંસે સાયરસ મિસ્ત્રીની ફરીથી નિમણૂકનો જે આદેશ આપવામાં આવ્યો છે જેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ટાટા સંસનું માનીએ તો સાયરસ મિસ્ત્રી ટાટાના ભરોસાના દૂરપયોગ કર્યો અને તેને ફાયદો પણ ઉઠાવ્યો. મિસ્ત્રી ટાટાના તમામ ફર્મને પોતાના કંટ્રોલમાં લેવા માગતા હતા તેવો દાવો પણ ટાટા સંસ દ્વારા કરવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ટાટા સંસ દ્વારા 24 ઓક્ટોબર, 2016ના રોજ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા. આ વિવાદ બાદ મિસ્ત્રીએ પોતાનું પદ બચાવવા માટે એનસીએલટીમાં દાવો કર્યો. ઉલ્લેખનીય છે કે તેઓ એનસીએલટીમાં દાવો હારી ગયા હતા અને બાદમાં તેઓએ અપીલેટ ટ્રિબ્યુનલમાં પહોંચ્યા હતા. ટાટા સંસે મિસ્ત્રીને હટાવ્યા બાદ સીઈઓ એન ચંદ્રશેખરનને ટાટા સંસના નવા ચેરમેન બનાવ્યા હતા. આમ ટાટા સંસે સાયરસ મિસ્ત્રીને ફરીથી પદ પર લેવા અંગે જે ચુકાદો આવ્યો છે તેને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati