SURAT : સુરતમાં એક દિવસના પ્રવાસે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવ્યા છે. ત્યારે તેમણે સેવા સંકલ્પ સંવાદ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. અહીં, તેમણે આપના કાર્યકરોને રાજનીતિના પાઠ પણ શીખવ્યા હતા. આપના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાના ઘરે કેજરીવાલની પાઠશાળા યોજાઇ. નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને લોકસેવાના કાર્યો કરવાની કેજરીવાલે શિખામણ આપી.