ભાજપનો વિરોધ કરનારી કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકાએ કર્યો ખુલાસો, કહ્યું ‘કોંગ્રેસ પાર્ટી જ ‘ગુંડાઓને’ બચાવી રહી છે’ ટ્વિટર પર વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ

કોંગ્રેસ પ્રવક્તાએ પોતાની જ પાર્ટીની સામે મોરચો ખોલી દીધો છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જેમણે મથુરામાં પ્રિયંકાની સાથે ખરાબ વર્તન કર્યું હતું તેને પાછા પાર્ટીમાં લેવાને લઈને પાર્ટી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે. Deeply saddened that lumpen goons get prefence in @incindia over those who have given their sweat&blood. Having faced brickbats&abuse across board for […]

ભાજપનો વિરોધ કરનારી કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકાએ કર્યો ખુલાસો, કહ્યું 'કોંગ્રેસ પાર્ટી જ 'ગુંડાઓને' બચાવી રહી છે' ટ્વિટર પર વ્યક્ત કર્યું પોતાનું દુ:ખ
Follow Us:
| Updated on: Apr 17, 2019 | 12:06 PM

કોંગ્રેસ પ્રવક્તાએ પોતાની જ પાર્ટીની સામે મોરચો ખોલી દીધો છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જેમણે મથુરામાં પ્રિયંકાની સાથે ખરાબ વર્તન કર્યું હતું તેને પાછા પાર્ટીમાં લેવાને લઈને પાર્ટી સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે.

પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસના પ્રવક્તા છે તેમણે પોતાનું દુ:ખ ટ્વિટ કરીને વ્યક્ત કર્યું છે. જો સમગ્ર ઘટનાને જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા હોવાના નાતે પ્રિયંકા ચર્તુવેદીએ મથુરાથી રાફેલ વિવાદને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીના જ કેટલાંક સદસ્યો દ્વારા પ્રિયંકા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા સાથે ગેરવર્તન બાદ પાર્ટીએ જે-તે સદસ્યોને પાર્ટીના પદમાંથી હટાવી દીધા હતા. આમ પ્રિયંકાની સાથે ગેરવર્તનના લીધે કોંગ્રેસ પાર્ટીએ અમુક નેતાઓ પર કાર્યવાહી કરી હતી. થોડા સમય પછી પાર્ટીએ ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેવું બહાનું આપીને કાર્યકરોને પાછા પાર્ટીમાં સામેલ કરી લેતા પ્રિયંકાને દુ:ખ પહોંચ્યું હતું.

પ્રિયંકાએ પોતાનું આ દુ:ખ ટ્વિટર પર વ્યક્ત કરીને લખ્યું કે આ જોવું ખૂબ જ દુખદ છે કે ખરાબ આચરણ કરનારા લોકોને કોંગ્રેસ પાર્ટીમાં લોહીનું પાણી એક કરનારા સાથે રાખવામાં આવી રહ્યાં છે. મને ધમકી આપનારા લોકોને કોઈ જ કાર્યવાહી વગર છોડવામાં આવી રહ્યાં છે આ બહુ દૂર્ભાગ્યપૂર્ણ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">