સોમાભાઈ પટેલના વાયરલ થયેલા વિડીયોને સીઆર પાટીલે ખોટો ગણાવ્યો, કહ્યું કે ગુજરાતની  પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક ભાજપ જીતે તેમ હોવાથી કોંગ્રેસ બોખલાઇ ગઈ

સોમાભાઈ પટેલના વાયરલ થયેલા વિડીયોને સીઆર પાટીલે ખોટો ગણાવ્યો, કહ્યું કે ગુજરાતની  પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક ભાજપ જીતે તેમ હોવાથી કોંગ્રેસ બોખલાઇ ગઈ

સોમા પટેલના વાયરલ થયેલા વિડીયોને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખોટો ગણાવ્યો છે. સુરત ખાતેની પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું હતું કે ગુજરાતની  પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક ભાજપ જીતે તેમ હોવાથી કોંગ્રેસ બોખલાઇ ગઈ છે. વધુમાં સી આર પાટીલે કહ્યું કે સોમાભાઈ હોય તો કાંઈ ફરક પડતો નથી. વાયરલ થયેલા વિડિયોમાં સોમા પટેલ […]

Pinak Shukla

|

Nov 02, 2020 | 7:27 AM

સોમા પટેલના વાયરલ થયેલા વિડીયોને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ખોટો ગણાવ્યો છે. સુરત ખાતેની પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ પ્રમુખે કહ્યું હતું કે ગુજરાતની  પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠક ભાજપ જીતે તેમ હોવાથી કોંગ્રેસ બોખલાઇ ગઈ છે. વધુમાં સી આર પાટીલે કહ્યું કે સોમાભાઈ હોય તો કાંઈ ફરક પડતો નથી. વાયરલ થયેલા વિડિયોમાં સોમા પટેલ જ છે કે નહીં તે સ્પષ્ટ નથી. આ વીડિયોમાં તેઓ મારું નામ ક્યાંય પણ બોલ્યા નથી. કોંગ્રેસે તેની આદત મુજબ સીડીમાં કાપકૂપ કરીને વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે મને અને ભાજપને બદનામ કરવા સાથે કોળી સમાજને પણ બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વિડીયો સ્પષ્ટ ન હોવાથી તેની તપાસ થવી જોઇએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ. અમિત ચાવડાએ મારું નામ આપવા બદલ ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ.

સોમાભાઈ પટેલે 15 માર્ચે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ મને અધ્યક્ષ પદ મળ્યું છે. કોંગ્રેસના આક્ષેપનો જવાબ મતદાર ભાઈઓ આપશે. અમે આઠ સીટ જીતી રહ્યા હોવાથી કોંગ્રેસ આવો ખોટો વિડીયો વાયરલ કરી રહી છે. કોંગ્રેસ તેની આવી કટોકટીને કારણે 25 વર્ષથી સત્તા બહાર છે અને આવનારા 25 વર્ષ સુધી તે સત્તા પણ નહીં આવે તેવું ભાજપના પ્રદેશ પ્રમુખે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ તેમની નેતાગીરીથી નારાજ થઈને રાજીનામા આપ્યા છે. ભાજપ કોઇ પણ વ્યક્તિના ખરીદ ફરોક કરતી નથી. કોંગ્રેસ ચૂંટણી મળવા આવી છે એટલે આવા કાવા દાવા કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati