પશ્ચિમ બંગાળમાં TMCમાં ચૂંટણી પૂર્વે ભાગદોડ, નારાજ 5 ધારાસભ્યો સહિત 6 નેતા ભાજપમાં જોડાયા

West Bengalમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. જેમાં સોમવારે ટીએમસીના 5 ધારાસભ્યો સહિત 6 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

  • tv9 webdesk33
  • Published On - 19:21 PM, 8 Mar 2021
પશ્ચિમ બંગાળમાં TMCમાં ચૂંટણી પૂર્વે ભાગદોડ, નારાજ 5 ધારાસભ્યો સહિત 6 નેતા ભાજપમાં જોડાયા

West Bengalમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. જેમાં સોમવારે ટીએમસીના 5 ધારાસભ્યો સહિત 6 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ટીએમસીએ આ બધાની ટિકિટ કાપતા ગુસ્સામાં છે. ટીએમસીના ધારાસભ્યો સોનાલી ગુહા, દીપેન્દુ બિસ્વાસ, રવીન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જાતુ લહિરી અને સીતલકુમાર સરદાર ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ટિકિટ આપીને પરત લીધા બાદ ગુસ્સે ભરાયેલા સરલા મુર્મુ પણ ભાજપમાં જોડાયા હતા અને ટીએમસીને આંચકો આપ્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ West Bengal વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ટીએમસીએ આ વખતે બે ડઝનથી વધુ ધારાસભ્યો અને અનેક મંત્રીઓને ટિકિટ આપી નથી. કેટલાકને ઉંમરના લીધે કેટલાકને માંદગી અથવા અન્ય કારણોસર ટિકિટ આપી નથી. જ્યારે ઘણા ધારાસભ્યોએ ટિકિટ કાપવામાં આવતા ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસે સોમવારે માલદા જિલ્લાના હબીબપુર વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવાર સરલા મુર્મુના સ્થાને ઉમેદવાર તરીકે પ્રદીપ બાસ્કે બદલવાનો નિર્ણય કર્યો હતો.

 

આ ચૂંટણીમાં ટીએમસીએ ઉમેદવારોમાં અનેક હસ્તીઓ, મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપ્યું છે. પાર્ટીએ 294માંથી 291 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમજ સાથી પક્ષોને ત્રણ બેઠકો આપી છે.

 

કેટલાં તબક્કામાં બંગાળની કેટલી બેઠકો પર ચૂંટણી?

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 27 માર્ચે પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 1 એપ્રિલે 30 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 3 એપ્રિલે 31 બેઠકો, 10 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં 44 બેઠકો, 17મી એપ્રિલના રોજ પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર, 26મી એપ્રિલના રોજ સાતમાં તબક્કામાં 36 બેઠકો પર અને 29 એપ્રિલના રોજ આઠમાં તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

 

આ પણ વાંચો: SURENDRANAGAR : જિલ્લા કલેક્ટર સામે ગંભીર આરોપ, 4 ફરિયાદ ACBમાં દાખલ કરાઇ