શું ગલવાનની ઘાટીમાં 100 ચીની સૈનિકોનો ખાત્મો ભારતની સેનાએ બોલાવ્યો? ચીનનાં દુભાયેલા નેતાએ ખોલી પોલ

શું ગલવાનની ઘાટીમાં 100 ચીની સૈનિકોનો ખાત્મો ભારતની સેનાએ બોલાવ્યો? ચીનનાં દુભાયેલા નેતાએ ખોલી પોલ
http://tv9gujarati.in/shu-glavan-ghati…neta-e-kholi-pol/

ભૂતપૂર્વ સામ્યવાદી નેતા અને સરકારથી અંસતુષ્ટ નેતાનાં પૂત્ર જિયાન્લી યાંગે દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં ચીન તરફે 100 જેટલા સૈનિકોનાં મોત નિપજ્યા છે. જણાવવું રહ્યું કે 15 જૂનનાં રોજ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારત તરફે 20 જેટલા જવાનો શહિદ થયા હતા તો ચીનનાં 35 જેટલા સૈનિકોનાં મોત થયા હતા. વોશીંગ્ટન પોસ્ટમાં પોતાનું મંતવ્ય આપતા […]

Pinak Shukla

|

Jul 06, 2020 | 2:45 PM

ભૂતપૂર્વ સામ્યવાદી નેતા અને સરકારથી અંસતુષ્ટ નેતાનાં પૂત્ર જિયાન્લી યાંગે દાવો કર્યો છે કે ગલવાન ઘાટીમાં ચીન તરફે 100 જેટલા સૈનિકોનાં મોત નિપજ્યા છે. જણાવવું રહ્યું કે 15 જૂનનાં રોજ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારત તરફે 20 જેટલા જવાનો શહિદ થયા હતા તો ચીનનાં 35 જેટલા સૈનિકોનાં મોત થયા હતા. વોશીંગ્ટન પોસ્ટમાં પોતાનું મંતવ્ય આપતા તેમણે જણાવ્યું હતું કે બેજીંગને ડર છે કે તેણે તેના સૈનિકોને ગુમાવી દીધા છે. અને તે પણ તેમના શત્રુ કરતા વધારેની સંખ્યામાં. આંકડો એટલે જાહેર નથી થઈ રહ્યો કે તેનાથી અશાંતીનો માહોલ બની શકે છે અને કોમ્યુનિષ્ટ પાર્ટીનું શાસન દાવ પર લાગી જાય તેમ છે.

Yang Jianli

ચીન તરફે સર્જાયેલી ખુંવારીને લઈને હજુ સુધી કોઈ અધિકૃત દાવો કરવામાં નથી આવ્યો. ચીનનાં મરવા વાળા સૈનિકોની વાત કરીએ તો ચીને પણ તેનો સીધો સ્વીકાર હજુ સુધી નથી કર્યો. ત્યાં સુદી કે ચીનનાં મોટા ન્યૂઝ પેપર પીએલએ ડેઈલી અને પીપલ્સ ડેઈલીએ તો ગલવાન ઘાટીની ઘટનાની જાણ પણ નોહતી કરી.

    જો કે આ ઘટના સંદર્ભમાં દિલ્હીનાં ઉચ્ચ અધિકારીઓએ ચીનનાં 35 સૈનિકોનાં મોતની માહિતિની પુષ્ટી કરી હતી, ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લિજિઅને આ સંદર્ભો કોઈ પણ ટિપ્પણી કરી નોહતી અને આટલી ખુંવારીનાં આંકડા સ્વીકાર્યા નોહતા. જો કે સચ્ચાઈ એ છે કે ચીનનાં પક્ષે પણ મોટી કેજ્યુઅલ્ટી નોંધાઈ છે જો કે તેના સાચા આંકડા બહાર નથી આવ્યા. ચાઈના એમ પણ તેને કોઈ દિવસ સ્વીકાર કરશે નહી અને 100 ચીની સૈનિકોનાં ગલવાન ઘાટીમાં મોત અંગેની સચ્ચાઈ પર પડદો હજુ પડેલો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati