ભાજપના નેતા પર ભાજપ કાર્યાલયમાં જ ફેકવામાં આવ્યું જૂતું, સાધ્વી પ્રજ્ઞા પર કરી રહ્યાં હતા પ્રેસ કોન્ફરન્સ

ભાજપના નેતા પર ભાજપ કાર્યાલયમાં જ ફેકવામાં આવ્યું જૂતું, સાધ્વી પ્રજ્ઞા પર કરી રહ્યાં હતા પ્રેસ કોન્ફરન્સ

ભાજપ પાર્ટીના કાર્યાલયે ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સદસ્ય જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેકવામાં આવ્યું છે. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવ્યા હોવાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ વખતે આ ઘટના બની છે. Major chaos at BJP presser in #Delhi ; Shoe hurled at MP GVL Narasimha Rao, suspect detained.#TV9News pic.twitter.com/ejuDLBdV4T — Tv9 Gujarati (@tv9gujarati) April 18, […]

Kunjan Shukal

|

Apr 18, 2019 | 9:27 AM

ભાજપ પાર્ટીના કાર્યાલયે ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સદસ્ય જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેકવામાં આવ્યું છે. ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવ્યા હોવાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ વખતે આ ઘટના બની છે.

ભાજપના કાર્યાલય ખાતે ભાજપ પાર્ટીના પ્રવક્તા અને રાજ્યસભાના સદસ્ય સાધ્વી પ્રજ્ઞાને ઉમેદવાર બનાવવાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતા. આ વખતે જ તેમની પર એક જૂતું ફેકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ અફરાતફરી મચી ગયી હતી અને ત્યાં હાજર રહેલાં લોકોએ જૂતું ફેકનારા વ્યકિતને પકડી લીધો હતો. આ જૂતું ફેકાયા બાદ ભાજપના પ્રવક્તાએ કહ્યું કે આ ઘટના કોંગ્રેસ પ્રભાવિત છે અને હું આ જૂતું ફેકનારા તે વ્યક્તિના પગલાની નિંદા કરું છું.

જાણવા મળી રહ્યું છે કે જૂતું ફેકનારો આ વ્યક્તિ કાનપુરનો રહેવાસી છે અને તે પ્રેસ કોન્ફરન્સના સમયે પ્રથમ હરોળમાં જ બેઠો હતો. જોકે આ જૂતું ફેંકાયું ત્યારે નરસિમ્હા રાવે પોતાને જ બચાવી લીધી હતા અને તેમને તે ખાસ વાગ્યું નહોતું. બાદમાં આજુબાજુના લોકોએ જૂતું ફેકનારા વ્યક્તિને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો છે.

પોલીસને જે પ્રમાણે માહિતી મળી છે તે મુજબ આ વ્યક્તિ ડોક્ટર છે અને તેમની સોશિયલ મીડિયાની પોસ્ટના આધારે જાણી શકાય છે કે તે ભાજપ સરકારનો વિરોધી છે. ભાજપની સરકારમાં ખાસ કરીને પીએસયુના કર્મચારીઓને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે અને મોદી સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તેવું તેણે સોશિયલ મીડિયા પર ઘણીવખત લખ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati