Shivsenaનો ભાજપ પર આક્ષેપ, ફડણવીસ દિલ્હી જાય છે અને પરમબીરસિંહનો પત્ર લીક થઇ જાય છે

સચિન વાઝે કેસમાં પરમબીરસિંહના લેટર બોમ્બ બાદ ભાજપે સરકાર પર ગાળિયો કસ્યો હતો. આ બાદ શિવસેનાએ તેના મુખપત્રમાં વિપક્ષ પર વાર કર્યો હતો.

Shivsenaનો ભાજપ પર આક્ષેપ, ફડણવીસ દિલ્હી જાય છે અને પરમબીરસિંહનો પત્ર લીક થઇ જાય છે
સચિન વાઝે કેસમાં રાજકારણ ગરમાયું
Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Mar 22, 2021 | 11:09 AM

સચિન વાઝે કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહના લેટર બોમ્બથી મહારાષ્ટ્રના રાજકારણમાં અફરાતફરી મચી ગઈ છે. અનિલ દેશમુખ વિપક્ષના રડાર પર છે તો શિવસેના અને એનસીપી આજે બેઠકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ભાજપના આક્ષેપોનો કેવી રીતે સામનો કરવો. આ દરમિયાન શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં હુમલો અને સવાલ કર્યા છે કે પરમબીરસિંહનો પત્ર કોઈ દ્વારા રચાયેલ કાવતરું તો નથીને. શિવસેનાએ કહ્યું કે ગઈકાલ સુધી ભાજપ પરમબીરસિંહ પર વિશ્વાસ નહોતી કરી રહી, એ જ પરમબીરસિંહને હવે માથે બેસાડીને ભાજપ કેમ નાચી રહી છે. સાથે જ ભાજપને ચેતવણી આપી હતી કે તે જો સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આગ ભભૂકી ઉઠશે.

‘સામના’ ના મુખપત્રમાં શિવસેનાએ પરમબીર સિંહના પત્ર પર સવાલ ઉઠાવ્યા છે અને પૂછ્યું છે કે સરકારે પરમબીરસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેથી આ ભાવનાઓને વિસ્ફોટ સમજી શકાય એમ છે. પરંતુ શું સરકારી સેવામાં ખૂબ વરિષ્ઠ હોદ્દા પર બેઠેલા વ્યક્તિ દ્વારા આવા પત્રવ્યવહાર કરવો યોગ્ય છે? ગૃહ પ્રધાન પર આક્ષેપ કરતો પત્ર મુખ્ય પ્રધાનને લખીને તેને મીડિયા સમક્ષ પહોંચાડી એવામાં આવે તે શિસ્ત હેઠળ યોગ્ય નથી. પરમબીરસિંહે દાવો કર્યો છે કે અનિલ દેશમુખે તેમને 100 કરોડની વસૂલાતનું લક્ષ્યાંક આપ્યું હતું, પરંતુ સવાલ એ છે કે છેલ્લા દોઢ વર્ષથી રેસ્ટોરન્ટ અને પબ્સ બંધ હોય ત્યારે પૈસા ક્યાંથી આવ્યા?

શિવસેનાએ સંપાદકીયમાં લખ્યું હતું- ‘પરમબીરસિંહે થોડો સંયમ રાખવો જોઈએ. શું કોઈ પરમબીરસિંહનો ઉપયોગ કરીને સરકારને મુશ્કેલીમાં મુકી રહ્યું છે? એવી શંકા પણ છે. હકીકતમાં સચિન વાઝેના કારણે આ આખું તોફાન રચાયું છે. તેમને આટલા બધા અમર્યાદિત અધિકાર આપ્યા કોણે? સચિન વાઝેએ ખૂબ ધૂમ મચાવી છે. જો તેને સમયસર અટકાવવામાં આવ્યો હોત, તો મુંબઈ પોલીસ કમિશનરની પ્રતિષ્ઠા બચી ગઈ હોત. પરંતુ આ ભૂતપૂર્વ કમિશનર કેટલાક કેસમાં સારી કામગીરી બજાવતા હોવા છતાં, તે આ કેસમાં બદનામી થઇ. આ એપિસોડનો તાર પરમબીરસિંહ સુધી પહોંચશે, આવી તપાસના ડરમાં પરમબીરસિંહે પોતાની રક્ષા માટે આવા આક્ષેપો કર્યા છે. જો આ સાચું ઠરે છે તો આ આખા એપિસોડમાં ભાજપ રાજ્ય સરકારને બદનામ કરવા પરમબીરસિંહનો ઉપયોગ કરી રહી છે એમ પણ સાચું ઠરશે.’

શિવસેનાએ કહ્યું કે “આ ષડયંત્રની પાછળ માત્ર સરકારને બદનામ કરવાનું જ કાવતરું નહીં, પરંતુ સરકારને મુશ્કેલીમાં મુકવાની આ નીતિ છે. દેવેન્દ્ર ફડણવીસ મોદી-શાહને મળવા માટે દિલ્હી જાય છે અને બે દિવસમાં પરમબીરસિંહનો એક પત્ર આવે છે. તે પત્રના આધારે, વિપક્ષ હંગામો પેદા કરે છે, તે કોઈ કાવતરાનો ભાગ હોવાનું જણાય છે. મહારાષ્ટ્રમાં વિપક્ષોએ કેન્દ્રિય તપાસ એજન્સીઓને બેકાબૂ રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જે મહારાષ્ટ્ર જેવા રાજ્ય માટે યોગ્ય નથી. એક તરફ રાજ્યપાલ રાજભવનમાં બેસીને વિવિધ ગેરવર્તન કરી રહ્યા છે અને બીજી તરફ કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા દબાણની રમત રમી રહી છે.”

સામનામાં લખ્યું છે કે “મહારાષ્ટ્રના સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થા વગેરે ઠીક ના હોવાનું ઠીકરું ફોડવું, રાષ્ટ્રપતિ શાસનનો આડેધડ હુકમ કરવો, આ જ મહારાષ્ટ્રના વિરોધ પક્ષનું અંતિમ લક્ષ્ય છે. આ માટે નવા પ્યાદાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પરમબીર સિંહનો ઉપયોગ આ જ રીતે કરવામાં આવી રહ્યો છે, તે હવે સ્પષ્ટ દેખાશે. એટલે કે, ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આક્ષેપો કર્યા અને એના કારણે ગૃહ વિભાગની છબી ચોક્કસપણે બગાડી છે. તે સરકારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે અને વિપક્ષને બેઠા બેઠા તક મળી ગઈ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati