MAHARASHTRA : શું શરદ પવાર રાષ્ટ્રપતિ બનવાની તૈયારી કરી રહ્યાં છે?, જાણો શું આપ્યું નિવેદન

SHARAD PAWAR એ કહ્યું કે પ્રશાંત કિશોર મને મળ્યા. પરંતુ આ બેઠક રાજકીય નહોતી. 2024ની ચૂંટણીને લઈને આ બેઠકમાં કોઈ વાત થઈ નથી.

MAHARASHTRA : શું શરદ પવાર રાષ્ટ્રપતિ બનવાની તૈયારી કરી રહ્યાં છે?, જાણો શું આપ્યું નિવેદન
Sharad Pawar refused to contest the presidential election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 7:54 PM

MUMBAI : NCP પ્રમુખ શરદ પવાર (SHARAD PAWAR) ને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા માટે UPAમાં ચર્ચાઓ ચાલી રહી છે, તેવા સમાચાર સામે આવ્યા છે. આ સાથે અવ સમચારો પણ વહેતા થયા છે કે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) આ મામલે ભાજપ વિરોધી પક્ષોની સલાહ લઈ રહ્યા છે. આ સમગ્ર બાબતો પરથી એ ચર્ચાઓ થઇ રહી છે કે શું શરદ પવાર રાષ્ટ્રપતિ બનવાની તૈયારી કરી રહ્યાં છે? આ મામલે ખુદ શરદ પવારે જ નિવેદન આપ્યું છે અને સ્પષ્ટતા કરી છે.

પ્રશાંત કિશોર – રાહુલ ગાંધીની મુલાકાત બાદ ચર્ચાએ જોર પકડ્યું પ્રશાંત કિશોરે 13 જુલાઈને મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની ચર્ચા થઈ હતી.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનો કાર્યકાળ 2022 માં પૂરો થઈ રહ્યો છે. સમાચાર સામે આવ્યા કે પ્રશાંત કિશોર શરદ પવારને UPA તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શરદ પવારે કરી સ્પષ્ટતા NCP સુપ્રીમો પ્રમુખ શરદ પવારે (SHARAD PAWAR) આ સમાચારને નકારી કાઢ્યા છે. શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે તેમના દ્વારા રાષ્ટ્રપતિ પદ માટે લડવાનો સવાલ ઉભો થતો નથી. આ અંગે તેમણે પ્રશાંત કિશોર (Prashant Kishor) સાથે કોઈ વાત કરી નહોતી. આ સમાચાર પાયાવિહોણા છે. રાષ્ટ્રપતિ પદ માટે લડવાનો કોઈ સવાલ જ નથી. મને ખબર નથી કે જેમણે મારા વિશે આવું વિચાર્યું તેઓએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કઈ ગણતરીનો ઉપયોગ કર્યો હશે. તેમણે કહ્યું કે પ્રશાંત કિશોર મને મળ્યા. પરંતુ આ બેઠક રાજકીય નહોતી. 2024ની ચૂંટણીને લઈને આ બેઠકમાં કોઈ વાત થઈ નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શરદ પાવર માટે પ્રશાંત મહેનત કરી રહ્યાં છે પ્રશાંત કિશોર (Prashant Kishor) મમતા બેનર્જી (Mamata Banerjee), જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy), અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), એમ કે સ્ટાલિન (MK Stalin), ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સાથે સારા સંબંધો ધરાવે છે.તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પછી શરદ પવારને આ નેતાઓનો માટે ટેકો મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.આ મામલે પ્રશાંત કિશોર ઓડિશાના મુખ્યપ્રધાન તેમજ બીજુ જનતા દળ (Biju Janata Dal)ના નેતા નવીન પટનાયક (Naveen Patnaik) સાથે પણ ચર્ચા કરશે એવા પણ સમાચાર છે.

આ પણ વાંચો : MUMBAI : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ Amitabh Bachchan ના ઘર બહાર પોસ્ટર લગાવી કર્યો વિરોધ, જાણો શું છે કારણ 

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">