ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીગ ફેડરેશનના ચેરમેનપદે શામળ પટેલ, વાઈસ ચેરમેનપદે વાલમજી હુંબલ ચૂંટાયા

  • Bipin Prajapati
  • Published On - 8:00 AM, 23 Jul 2020
GCMMF chairman vice chairman changed

ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મિલ્ક માર્કેટીગ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે આજે ચૂંટણી યોજાનાર હતી. જેમાં સર્વાનુમતે ચેરમેનપદે, શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેનપદે વાલમજી હુંબલ ચૂંટાઈ આવ્યા છે. મિલ્ક માર્કેટીગ ફેડરેશનના તમામ ડિરેકટર અને શામળભાઈ પટેલ સાબરકાંઠાના સહકારી આગેવાન છે. અને સાબરડેરીના પૂર્વ ચેરમેન છે. જ્યારે વાલમજી હુંબલ કચ્છના સહકારી આગેવાન છે. અને કચ્છ ડેરીના ચેરમેન છે. તમામ ડિરેકટર-સભાસદોએ મિલ્ક માર્કેટીગ ફેડરેશનમાં છેલ્લા અઢી વર્ષથી ચેરમેન તરીકે રહેતા રામસીહ પરમાર અને વાઈસ ચેરમેન જેઠાભાઈ ભરવાડની કામગીરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીગ ફેડરેશન એ અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટનુ દેશ અને વિશ્વમાં વેચાણ કરે છે.