વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે વ્યક્ત કર્યો બળાપો, કહ્યુ-એક પણ બેઠક બચાવી ના શક્યા, અંદર ડોકીયું કરો

વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે વ્યક્ત કર્યો બળાપો, કહ્યુ-એક પણ બેઠક બચાવી ના શક્યા, અંદર ડોકીયું કરો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસના દેખાવને લઈને કાઢ્યો બળાપો

કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીને સલાહ આપતા કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આસામ અને કેરળમાં પણ પાર્ટી નિષ્ફળ ગઈ છે. પુડ્ડુચેરીમાં કોગ્રેસની સરકાર હતી. પણ ચૂંટણી બાદ પુડ્ડુચેરી પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગયુ છે.

Bipin Prajapati

|

May 06, 2021 | 2:53 PM

અખિલ ભારતીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ, પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે. કપિલ સિબ્બલે કોંગ્રેસને સલાહ આપતા કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કોગ્રેસને એક પણ બેઠક મળી નથી. આસામ અને કેરળમાં કોંગ્રેસ તળીયે જઈને બેઠી છે. પુડ્ડુચેરી પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું. તેથી હવે કોંગ્રેસે પોતાની અંદર જોઈને ખામી અને ભૂલ શોધવી પડશે.

દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોના થોડા દિવસ પછી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ તેમની જ પાર્ટી કોંગ્રેસ ઉપર શાબ્દિક રીતે તૂટી પડ્યા છે. કપિલ સિબ્બલે કોંગ્રેસ પાર્ટીને સલાહ આપતા કહ્યું હતું કે બંગાળમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ બેઠક મળી નથી. આસામ અને કેરળમાં પણ પાર્ટી નિષ્ફળ ગઈ છે. પુડ્ડુચેરીમાં કોગ્રેસની સરકાર હતી. પણ ચૂંટણી બાદ પુડ્ડુચેરી પણ કોંગ્રેસના હાથમાંથી સરકી ગયુ છે. આ બધા પરિણામો આપણને આત્મચિંતન કરવા પ્રેરે છે. તેથી સૌ પહેલા તો પક્ષે પોતાની અંદર જોવાની જરૂર છે.

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખૂબ જ નબળું કામ કર્યું છે. કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એક પણ બેઠક સુરક્ષિત કરી શકી નહીં. આસામ અને કેરળ પણ નિષ્ફળ ગયા. તેમણે કહ્યું કે, તે કોંગ્રેસની ગૌણ પ્રણાલી છે, જે કેન્દ્ર શાસિત પુડુચેરી પણ તેના હાથમાંથી નીકળી ગઈ છે. તેમણે કહ્યું કે હવે જ્યારે પક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલામાં ધ્યાન આપવું જોઈએ.

પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કામગીરી અંગે તેઓ વધુ ટિપ્પણી કરશે નહીં. તે યોગ્ય સમયે આ મુદ્દે વાત કરશે. તેમણે કહ્યું કે, આજે કોરોના વાયરસની વચ્ચે તમામ પક્ષના લોકોએ સાથે મળીને લોકોનું જીવન બચાવવા માટે કામ કરવું જોઈએ.

સિબ્બલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોનાને કાબુમાં લેવા માટે જે કોઈ પગલા લેવા જોઈએ તેમાં તેઓ નિષ્ફળ ગયા હોવાનું જણાવીને કહ્યું કે વડા પ્રધાનને સૌ વિપક્ષને કહેવું જોઈએ કે આપણે રોગચાળા સામેના આ સંઘર્ષને જીતીશું. આપણે બધાએ સાથે આવવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણીઓ એક અલગ બાબત છે, પરંતુ આ જીવન અને મરણની લડત છે.

કોંગ્રેસના બળવાખોર વરિષ્ઠ નેતાઓએ જી -23 નામે એક જૂથ રચ્યુ છે. આ જૂથમાં કપિલ સિબ્બલનો પણ સમાવેશ થાય છે. જી 23 જૂથે ગયા વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પત્ર લખીને, કોંગ્રેસના અખિલ ભારતીય સ્તરમાં સંગઠનાત્મક સુધારાની માંગ કરી હતી. આ સાથે જ કપિલ સિબ્બલે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati