Mumbai : મહારષ્ટ્રના રાજકારણમાં આજકાલ ગુપ્ત બેઠકોનો સમયગાળો શરૂ થયો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત (ShivSena MP Sanjay Raut) અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર (BJP MLA Ashish Shelar) વચ્ચે ગુપ્ત બેઠકના સમાચાર સામે આવ્યા છે. બંનેની મુલાકાત મુંબઈના નરીમાન પોઇન્ટ પર થઈ છે. આ બંને વચ્ચે દોઢ કલાક ચર્ચાના સમાચાર છે. અમારી સહયોગી ન્યૂઝ ચેનલ Tv9 Marathi ના કેમેરામાં આ બંને નેતાઓના વાહનોની તસ્વીરો કેદ થઈ છે. ભાજપ-શિવસેનાની આ બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ભૂકંપ આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગુપ્ત બેઠકોમાં વધારો થયો છે. અગાઉ સંજય રાઉતે એનસીપીના નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ સંજય રાઉત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) ને મળવા ગયા હતા. ત્યારબાદ તેઓ સીધા NCP સુપ્રીમો શરદ પવાર (NCP Chief Sharad Pawar) ને મળ્યા. વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ અમિત શાહ (HM AMIT SHAH) ને મળ્યા.
ફડણવીસ-શાહની બેઠકમાં મોદી પણ જોડાયા વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)પણ બે દિવસ પહેલા દિલ્હીથી આવ્યા છે. ત્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM AMIT SHAH) ને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ પણ ફોન દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ, શાહ અને મોદી વચ્ચે લગભગ વીસ મિનિટ ચર્ચા થઇ હતી.
શિવસેના-NCPની પણ ગુપ્ત બેઠક? મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડીમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું એવા સમાચાર સતત બહાર આવતા હોય છે, જે સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક ખટપટ શરૂ થઈ રહી છે.
ત્રણ દિવસ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ સ્વીકાર્યું છે કે મહારાષ્ટ્ર સરકારના ગઠબંધનના ભાગીદારોમાં મતભેદો છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની તેમની બેઠક અને એનસીપીના પ્રમુખ શરદ પવારની મુલાકાત બાદ એક નવા જ સમાચાર સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સંજય રાઉત સરકારને બચાવવામાં લાગી ગયા છે.
ગત મંગળવારે શિવસેના અને NCP ની એક ગુપ્ત બેઠક મળી હતી. સંજય રાઉત, નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકર, એનસીપી સાંસદ સુનીલ તાત્કરે અને શિવસેનાના નેતા એકનાથ શિંદે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : UttarPradesh : જિલ્લા પંચાયત પ્રમુખોની ચૂંટણીમાં 75 માંથી 67 પર ભાજપનો ભગવો લહેરાયો, સપા અને બસપાનો સફાયો