રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાનપદેથી સચિન પાયલોટની હકાલપટ્ટી

રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાનપદેથી સચિન પાયલોટની હકાલપટ્ટી

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદ અને રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન પદેથી સચિન પાયલોટની હકાલપટ્ટી કરી દેવાઈ છે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર સામે બળવો કરીને સરકારને લઘુમતીમાં મૂકનાર સચિન પાયલોટને માનવવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ જતા, કોંગ્રેસે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી સચિન પાયલોટને હટાવી દેવામાં આવ્યા છે. તો સાથોસાથ રાજસ્થાન સરકારના નાયબ મુખ્યપ્રધાનપદેથી પણ દુર કરી દેવાયા છે. કોંગ્રેસે લીધેલા આ પગલાને કારણે એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજસ્થાનમાં હવે ગેહલોત સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. ગમે ત્યારે અશોક ગેહલોતની સરકારનું પતન થઈ શકે છે. કારણ કે ભાજપ દ્વારા ફ્લોર ટેસ્ટની માંગણી કરીને સરકારને બહુમતી પૂરવાર કરવા જણાવાયુ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati