રાહુલ ગાંધી સહિત વિપક્ષના 11 નેતાઓને શ્રીનગરના એરપોર્ટથી જ પરત દિલ્હી તરફ રવાના કર્યા

કલમ 370 હટ્યા બાદ પહેલી વખત રાહુલ ગાંધી અને વિપક્ષના 11 નેતાઓ દિલ્હી એરપોર્ટથી શ્રીનગર પહોંચ્યા પરંતુ એરપોર્ટ પર જ તેમને રોકી દેવાયા. રાહુલની સાથે કોંગ્રેસના ગુલામનબી આઝાદ, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, લેફ્ટના સીતારમન યેચુરી, ડી રાજા, ડીએમકેના તિરૂચી શિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા અને જેડીએસના ઉપેન્દ્ર રેડ્ડી શ્રીનગર એરપોર્ટ […]

રાહુલ ગાંધી સહિત વિપક્ષના 11 નેતાઓને શ્રીનગરના એરપોર્ટથી જ પરત દિલ્હી તરફ રવાના કર્યા
TV9 Webdesk12

|

Aug 24, 2019 | 10:50 AM

કલમ 370 હટ્યા બાદ પહેલી વખત રાહુલ ગાંધી અને વિપક્ષના 11 નેતાઓ દિલ્હી એરપોર્ટથી શ્રીનગર પહોંચ્યા પરંતુ એરપોર્ટ પર જ તેમને રોકી દેવાયા. રાહુલની સાથે કોંગ્રેસના ગુલામનબી આઝાદ, કેસી વેણુગોપાલ, આનંદ શર્મા, લેફ્ટના સીતારમન યેચુરી, ડી રાજા, ડીએમકેના તિરૂચી શિવા, ટીએમસીના દિનેશ ત્રિવેદી, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા અને જેડીએસના ઉપેન્દ્ર રેડ્ડી શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર જ તેમને રોકી દેવામાં આવતા ભારે હંગામો મચી ગયો હતો. જે બાદ તમામ નેતાઓને પરત મોકલવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ અરૂણ જેટલીનું ગુજરાત કનેકશન, ગુજરાતમાંથી રાજ્યસભાના હતા સાંસદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે કલમ 370 હટાવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ હતુ કે કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકવાની ખબરો આવી રહી છે. વડાપ્રધાને શાંતિ અને નિષ્પક્ષતાની સાથે આ મામલાને જોવો જોઇએ. આ ટ્વિટ બાદ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતુ કે હું રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપુ છું. અને તેમના માટે એરક્રાફ્ટની પણ વ્યવસ્થા કરુ છું. જેથી અહીંની હકીકત તેઓ જોઇ શકે. જે બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને તેમના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. અને કહ્યું હતુ કે એરક્રાફ્ટની જરૂર નથી બસ ત્યાના નેતાઓ અને જવાનો સાથે તેમને મળવા દેવામાં આવે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો થોડા દિવસો પહેલા ગુલામનબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેમને એરપોર્ટથી જ પાછા મોકલી દેવાયા હતા. આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પ્રસાસને પણ નિવેદન આપ્યું છે કે વિપક્ષી નેતાઓ કાશ્મીર ન આવીને સહયોગ કરે. જેથી રાહુલ ગાંધી અને તેમની સાથે ગયેલા વિપક્ષના 11 નેતાઓને પણ એરપોર્ટથી પાછા મોકલવામાં આવી શકે છે.

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati