કોરોના રસીકરણ મુદ્દે  રાહુલ ગાંધીની ટ્વિટ પર આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો કટાક્ષ, કહી આ મોટી વાત 

રાહુલ ગાંધીએ આજે ​​એક ટ્વીટ કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પાસે દેશ માટે તાત્કાલિક અને સંપૂર્ણ રસીકરણ(Vaccination)ની માંગ કરી હતી. જો કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને રાહુલ ગાંધી પર આ મુદ્દે કટાક્ષ કર્યો છે.

કોરોના રસીકરણ મુદ્દે  રાહુલ ગાંધીની ટ્વિટ પર આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો કટાક્ષ, કહી આ મોટી વાત 
કોરોના રસીકરણ મુદ્દે  રાહુલ ગાંધીની ટ્વિટ પર આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો કટાક્ષ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)પહેલા Coronaવાયરસ અને હવે રસીકરણ(Vaccination)અંગે કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. જો કે મોદી કેબિનેટના પ્રધાનો અને ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ તેમની પર હુમલો કરવાની એક પણ તક ચૂકતા નથી. રાહુલ ગાંધીએ આજે ​​એક ટ્વીટ કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પાસે દેશ માટે તાત્કાલિક અને સંપૂર્ણ રસીકરણ(Vaccination)ની માંગ કરી હતી. જો કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને રાહુલ ગાંધી પર આ મુદ્દે કટાક્ષ કર્યો છે.

ભાજપના રોજિંદા જૂઠ્ઠાણા અને ખોટા નારાઓ નથી જોઈતા

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘દેશને તાત્કાલિક અને સંપૂર્ણ રસીકરણની જરૂર છે. મોદી સરકારની નિષ્ક્રીયતાને લીધે રસીનો અભાવ છુપાવવા માટે ભાજપના રોજિંદા જૂઠ્ઠાણા અને ખોટા નારાઓ નથી જોઈતા ! વડા પ્રધાનની ખોટી ઇમેજ બચાવવા કેન્દ્ર સરકારના સતત પ્રયત્નો વાયરસને પ્રોત્સાહન આપી રહ્યા છે અને લોકોની હત્યા થઇ રહી છે.

રાહુલ ગાંધીની સામે આર્યભટ્ટ અને એરિસ્ટોટલ જેવા વિદ્વાનો પણ નતમસ્તક થઇ જાય

તેમના આક્ષેપનો જવાબ આપતા આરોગ્યમંત્રીએ લખ્યું કે, “COVISHIELD ના ડોઝ વચ્ચે ગેપ વધારવાનો નિર્ણય પારદર્શક અને વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત છે. પરંતુ અતુલ્ય પ્રતિભાથી સમૃદ્ધ કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીની સામે આર્યભટ્ટ અને એરિસ્ટોટલ જેવા વિદ્વાનો પણ નતમસ્તક થઇ જાય. તેમજ રસી પર ભ્રમ ફેલાવવાનો એજન્ડા હવે કામ નહીં કરે.

અન્ય એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ કોરોના રોગચાળા દરમિયાન વિવિધ રાજ્યોમાં જીવ ગુમાવનારા ડોકટરોના આંકડા શેર કર્યા અને કહ્યું કે તેઓ આ શહીદોને સલામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા ભારતમાં Corona વાયરસની રસી કોવિશિલ્ડ(Covishield) ના બે ડોઝ વચ્ચેનો ગેપ 12-16 અઠવાડિયા કરવાના વિવાદ વચ્ચે સ્પષ્ટતા કરી હતી . જેમાં  કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો, હર્ષ વર્ધનએ ટ્વીટ કર્યું કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક ડેટાના આધારે પારદર્શક રીતે લેવામાં આવ્યો છે.

આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ભારતમાં આવા ડેટા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ છે. તેમજ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવા મુદ્દાનું રાજકીયકરણ પણ થઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું આ નિવેદન ચર્ચાઓના પગલે આવ્યું છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિશિલ્ડ(Covishield)રસીના ડોઝ વચ્ચે ગેપ વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક જૂથના પરામર્શ વિના લેવામાં આવ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati