રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા માટે માત્ર એક જ રસ્તો, સંપૂર્ણ લોકડાઉન

દેશમાં ગત વર્ષે કોરોના નિયંત્રણ માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની ટીકા કરનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે કહ્યું છે કે કોરોના ફેલાવાને અટકાવવા માટે એકમાત્ર રસ્તો 'ફુલ લોકડાઉન' છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ભારત સરકારની નિષ્ક્રિયતાને કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

  • tv9 webdesk33
  • Published On - 17:54 PM, 4 May 2021
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા માટે માત્ર એક જ રસ્તો, સંપૂર્ણ  લોકડાઉન
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા માટે માત્ર એક જ રસ્તો, સંપૂર્ણ લોકડાઉન

દેશમાં ગત વર્ષે કોરોના નિયંત્રણ માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની ટીકા કરનાર કોંગ્રેસના નેતા Rahul Gandhi એ હવે કહ્યું છે કે કોરોના ફેલાવાને અટકાવવા માટે એકમાત્ર રસ્તો ‘ફુલ લોકડાઉન’ છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ભારત સરકારની નિષ્ક્રિયતાને કારણે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

Rahul Gandhi એ કોરોના નિયંત્રણના નબળા સંચાલન માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે ‘ભારત સરકાર સમજી નથી. આ પરિસ્થિતિમાં સંપૂર્ણ લોકડાઉન એ એકમાત્ર રસ્તો છે જે કોરોનાને ફેલાવાથી અટકાવે છે. ભારત સરકારની નિષ્ક્રિયતાથી ઘણા નિર્દોષ લોકો મરી રહ્યા છે.

છેલ્લા ઘણા અઠવાડિયાથી Rahul Gandhi  કોરોના મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. સોમવારે પણ રાહુલ ગાંધીએ કર્ણાટકની જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે 24 દર્દીઓના મોતને હત્યાને ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભારતમાં કોરોના વાયરસના 3 લાખ 57 હજાર 229 નવા કેસ નોંધાયા છે. જોકે, દેશમાં કોરોના ચેપનો કુલ આંક 2 કરોડને વટાવી ગયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 3 હજાર 449 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ ઉપરાંત દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને નવા લક્ષણોના પગલે હોસ્પિટલમાં સારવાર માટે લોકોની ભીડ વધી રહી છે. તેમજ દેશમાં 22 રાજયોમાં કોરોનાના વધતાં કેસોના પગલે રાજ્ય સરકારોને માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. તેમજ હાલમાં સંજોગોના કોરોનાના દર્દીઓનું ઑક્સીજન લેવલ ઘટયાના નવા લક્ષણના પગલે હોસ્પિટલમાં ઑક્સીજનવાળા બેડની તાત્કાલિક માંગ ઊભી થઈ રહી છે. જો કે આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઑક્સીજન પહોંચાડવા માટે રેલ્વે દ્વારા ઑક્સીજન એક્સપ્રેસ દોડાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે , મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં Corona  ની બીજી લહેર ધીમી પડી રહી છે. જેમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતા મહારાષ્ટ્રના 12 જિલ્લામાં કોરોનાના ચેપમાં ઘટાડો થયો છે. પરંતુ બિહાર, હરિયાણા, હિમાચલ સહિતના ઘણા રાજ્યોએ સરકારની ચિંતા વધારી દીધી છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો Corona  ના કેસ ઘટી રહ્યા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દમણ અને દીવમાં દરરોજ કોરોના કેસ ઘટવાના સંકેત મળી રહ્યા છે.