કોરોનાની ત્રીજી લહેરને લઇને રાહુલ ગાંધીએ આપી આ મોટી ચેતવણી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) એ મંગળવારે કહ્યું કે Corona ની ત્રીજી લહેરમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. વાયરસ તેનું સ્વરૂપ બદલી રહ્યું છે

  • Publish Date - 8:14 pm, Tue, 22 June 21 Edited By: Chandrakant Kanoja
કોરોનાની ત્રીજી લહેરને લઇને રાહુલ ગાંધીએ આપી આ મોટી ચેતવણી
કોરોનાની ત્રીજી લહેરને લઇને રાહુલ ગાંધીએ આપી આ મોટી ચેતવણી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) એ મંગળવારે કહ્યું કે Corona ની ત્રીજી લહેરમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ થવાની છે. તેમણે કહ્યું કે બીજી લહેર ખરાબ હતી અને આ સમયગાળા દરમ્યાન મૃત્યુનો આંકડો જાહેર કરેલા આંકડા કરતા 5 થી 6 ગણો વધારે હોઈ શકે છે.

અત્યારે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી

વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રાહુલ ગાંધી Corona થી થતા મૃત્યુ અંગેના ડેટામાં હેરાફેરીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું “તે નિશ્ચિત છે અને તેમાં કોઈ શંકા નથી કે સરકાર સત્યને છુપાવી રહી છે. મને લાગે છે કે મૃત્યુઆંક જાહેર કરેલા આંકડા કરતા 5 થી 6 ગણો વધારે છે. પરંતુ હવે તેના પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.

ત્રીજી લહેર ઘાતક પુરવાર થશે

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સરકારને ચેતવણી આપતા કહ્યું કે, ‘આખો દેશ જાણે છે કે ત્રીજી લહેર આવવાની છે. વાયરસ તેનું સ્વરૂપ બદલી રહ્યું છે. તેથી જ અમે સરકારને અત્યારથી સંપૂર્ણ તૈયારીઓ કરવા વિનંતી કરી રહ્યા છીએ. ‘તેમણે કહ્યું,’ રોગચાળો સમાપ્ત થયા પછી, અમે સરકાર પર પ્રહાર કરી શકીએ કે તમે આ આંકડા અંગે કેમ જૂઠું બોલ્યા.

વાયરસ ફરીથીના ફેલાઈ તેની ખાતરી કરવી જ જોઇએ.

પરંતુ હવે આ સવાલ પૂછવાનો સમય નથી. આજે હું  પુનરાવર્તન કરું છું કે બીજી લહેર ખરાબ હતી, પરંતુ ત્રીજી લહેર વધુ  ખરાબ હશે. તેથી ધ્યાન રસીકરણ પર હોવું જોઈએ અને આપણે વાયરસ ફરીથીના ફેલાઈ તેની ખાતરી કરવી જ જોઇએ.

ત્યારે વડા પ્રધાન તેમની સાથે ઉભા ન હતા

તાજેતરમાં ડોકટરો સાથેની વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીના ભાવનાશીલ થવાના સવાલ પર બોલતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું હતું કે ‘વડાપ્રધાનના આંસુ આ પરિવારોના આંસુ લૂછી નહીં શકે. તે પરિવારો જાણે છે કે જ્યારે લોકો મરી રહ્યા હતા, ત્યારે વડા પ્રધાન તેમની સાથે ઉભા ન હતા. તેમના આંસુ લોકોને બચાવી શક્યા નહીં.

લોકો ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ પામ્યા

લોકોના જીવનને ઓક્સિજનથી બચાવી શકતો હતો પરંતુ તે તેમને સમયસર મળ્યો ન હતો. વડા પ્રધાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડી રહ્યા હતા. આ દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ઘણા બધા લોકો ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ પામ્યા છે. હું આવા ઘણા પરિવારોને જાણું છું.

Click on your DTH Provider to Add TV9 Gujarati