Rahul Gandhi Birthday: રાજકારણમાં આવ્યા પહેલા જાણો રાહુલ ગાંધીનું કેવું હતું જીવન, ક્યાં કરી નોકરી ?

જ્યારે 1984માં તેની દાદીની હત્યા કરી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાહુલ એન તેની બહેન પ્રિયંકાને 1989 સુધી તો ઘર પર જ શિક્ષા લેવી પડી હતી.

Rahul Gandhi Birthday: રાજકારણમાં આવ્યા પહેલા જાણો રાહુલ ગાંધીનું કેવું હતું જીવન, ક્યાં કરી નોકરી ?
Rahul Gandhi- File Photo

Rahul Gandhi Birthday: 19 juneએ રાહુલ ગાંધી પોતાનો 51મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ અવસરે કોંગ્રેસે સેવા દિવસ મનાવવાનું નક્કી કર્યું છે. નેહરૂ-ગાંધી પરિવારના ચોથી પેઢીના સદસ્ય રાહુલ ગાંધી પાસે નેહરૂ કે ઇન્દિરા કે રાજીવ ગાંધી જેવુ પ્રભાવશાળી વ્યક્તિત્વ તો નથી પરંતુ તેનાથી આવી આશાઓ જરૂર બાંધવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના ઘણા શુભ ચિંતક અને રાજકીય વિશ્લેષકો તેના અને કોંગ્રેસ (Congress) ના ભવિષ્યને લઈને એકજ પ્રકારનું ‘મંથન’ કરી રહ્યા છે. પરંતુ આજે આપણે તેના રાજકારણમાં આવ્યા પહેલાના જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

સાર્વજનિક જીવનથી દૂર રહ્યું બચપણ
19 જૂન 1970ના રોજ દિલ્હીમાં જન્મેલા રાહુલ પૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધી (Rajiv Gandhi) અને સોનિયા ગાંધી (Sonia Gandhi) ની પ્રથમ સંતાન છે તેનું બચપણ દિલ્હી અને દેહરાદુન વચ્ચે વીત્યું છે. શરૂઆતી કાળમાં તે સાર્વજનિક જીવનથી દૂર રહ્યા છે.

જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના દાદી ઇન્દિરા ગાંધી (Indira Gandhi) ભારતના પ્રધાનમંત્રી હતા. વર્ષ 1981 થી 1983ની વચ્ચે તેને ઉત્તરાખંડના દેહરાદુનમાં દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે જ્યાં તેના પિતા રાજીવ ગાંધી પણ ભણ્યા હતા.

ઘરમાં જ સ્કૂલનું શિક્ષણ, બાદમાં દિલ્હીની કોલેજ
રાહુલના અભ્યાસમાં પહેલી વાર વિધ્ન ત્યારે આવ્યું જ્યારે 1984માં તેની દાદીની હત્યા કરી દેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાહુલ એન તેની બહેન પ્રિયંકાને 1989 સુધી તો ઘર પર જ શિક્ષા લેવી પડી હતી. 1989માં રાહુલે દિલ્હીના સેંટ સ્ટીફન કોલેજમાં સ્નાતક અભ્યાસ માટે સ્પોર્ટ્સ કોટાથી પ્રવેશ મેળવ્યો હતો. તે સમયે રાહુલની રેગિંગની તસ્વીરોએ ઘણી હલચલ મચાવી હતી.

Rahul Gandhi Birthday: Before entering politics, find out what was Rahul Gandhi's life like, where did he get a job?

Rahul Gandhi & Rajiv Gandhi File Photo

બદલવી પડી કોલેજ
વર્ષ 1990માં રાહુલ ગાંધીએ અર્થશાસ્ત્રના અભ્યાસ માટે હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ વર્ષ 1991માં તેના પિતા રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી, ત્યાર બાદ સુરક્ષા કારણોસર અમેરિકાના ફ્લોરીડામાં રોલિંસ કોલેજમાં ચાલ્યા ગયા. જ્યાં 1994માં તેને BAની ડિગ્રી મેળવી હતી.

કર્યું એમફિલ
1995માં રાહુલે કેમ્બ્રિજના ટ્રિનીટી કોલેજથી ડેવલોપમેન્ટ સ્ટડીઝમાં એમફિલ કરવા માટે પ્રવેશ લીધો. પરિવારની સુરક્ષાના ખતરાએ અહી પણ રાહુલનો પીછો છોડ્યો ન હતો. અને તે કારણે જ તેનું નામ રાઉલ વીંસી લખવાયું હતું. રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી અને તેની દાદીના પિતા જવાહરલાલ નેહરૂ પણ આજ કોલેજથી સ્નાતક થયા હતા.

અભ્યાસ બાદ કામ
સ્નાતક બાદ રાહુલે મોનીટર ગ્રૂપ નામની એક ફર્મમાં લંડનમાં ત્રણ વર્ષ સુધી સલાહકાર તરીકે કામ કર્યું. આ ગૃપની સ્થાપના માઈકલ પોર્ટરે કરી હતી. વર્ષ 2002માં તે મુંબઈની એક ટેકનિકલ આધારિત આઉટ સોર્સિંગ કંપની બેકોપ્પ્સ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશકોમાંના તે પોતે એક હતા.

2004માં રાજકારણમાં પ્રવેશ
રાહુલ વર્ષ 2004માં રાજકારણમાં આવ્યા જ્યાં તેને નેહરૂ-ગાંધી પરિવારના વારસામાં કોંગ્રેસ પાર્ટી સંભાળવાના સવાલોનો લગાતાર સામનો કરવો પડ્યો. મે 2004માં તેને ઉત્તરપ્રદેશમાં પોતાના પિતાની સંસદીય બેઠક અમેઠી (Amethi) થી ચૂંટણી લડી અને લોકસભાના સભ્ય તરીકે રાજકીય જીવનની શરૂઆત કરી.

Click on your DTH Provider to Add TV9 Gujarati