Puducherry: નારાયણસામી સરકાર પર સંકટ, ઉપરાજ્યપાલે 22 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો

Puducherry : કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં કોંગ્રેસ ધારાસભ્ય એ જોન કુમાર, મલ્લડી કૃષ્ણ રાવ, નમિચિવામ અને થિપિનાદાન રાજીનામું આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામી સરકાર સંકટમાં છે.

Puducherry: નારાયણસામી સરકાર પર સંકટ, ઉપરાજ્યપાલે 22 ફેબ્રુઆરીએ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો
ફાઈલ ફોટો : પોંડીચેરીના મુખ્યપ્રધાન વી.નારાયણસામી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 19, 2021 | 7:00 AM

Puducherry : પોંડીચેરીમાં રાજકીય સંકટ વચ્ચે ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌન્દર્યરાજને 22 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. પોંડીચેરીમાં શાસક પક્ષના ધારાસભ્યોના રાજીનામા બાદથી રાજ્યમાં રાજકીય સંકટ ઘેરાયું છે.ઉપરાજ્યપાલ સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભામાં વિપક્ષી નેતા અને AINRCના ચીફ એન. રંગસ્વામ ભારપૂર્વક જણાવી રહ્યા હતા કે સરકારે ગૃહમાં પોતાનું બહુમત સાબિત કરવું જોઈએ. ત્યારબાદ ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌન્દર્યરાજને મુખ્યપ્રધાન વી.નારાયણસામીને ફ્લેર ટેસ્ટનો આદેશ આપ્યો છે.

ઉપરાજ્યપાલે આપ્યો ફ્લોરટેસ્ટનો આદેશ ઉપરાજ્યપાલ સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં મુખ્યપ્રધાન વી.નારાયણસામીને કહેવામાં આવ્યું છે કે સોમવારે વિધાનસભાની બેઠક મળશે અને તેનો એકમાત્ર એજન્ડા એ હશે કે સરકાર હજી પણ ગૃહમાં બહુમતી ધરાવે છે કે નહીં. ર્ફ્લોર ટેસ્ટમાં એક હાથથી મતદાન થશે અને આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવાની રહેશે. ઉપરાજ્યપાલ સચિવાલયની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત સૂચનો મુજબ ફ્લોરટેસ્ટની પ્રક્રિયા 22 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ફ્લોરટેસ્ટની કાર્યવાહી કોઈપણ કિંમતે મુલતવી કે મોડી રાખવામાં આવશે નહીં.

વિપક્ષે કરી હતી ફ્લોરટેસ્ટની માંગ પોંડીચેરીમાં AINRCના સહિતના વિપક્ષી દળના પ્રતિનિધિ મંડળે બુધવારે ઉપરાજ્યપાલ સચિવાલયના અધિકારીને ગૃહમાં બહુમતી સાબિત કરવા મુખ્યપ્રધાન નારાયણસામીની સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. પોંડીચેરીના કોંગ્રેસના તેમજ અન્ય ધારાસભ્યના રાજીનામા બાદ રાજ્યની કોંગ્રેસ સરકારે બહુમત ગુમાવી દીધો છે. જેમાં એન.રંગાસમીની આગેવાની હેઠળના વિપક્ષી પાર્ટીઓના તમામ 14 ધારાસભ્યોએ સંયુક્ત રૂપે રાજભવનના વિશેષ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ચાર ધારાસભ્યોના રાજીનામાથી સરકાર અલ્પમતમાં કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં કોંગ્રેસ ધારાસભ્ય એ જોન કુમાર, મલ્લડી કૃષ્ણ રાવ, નમિચિવામ અને થિપિનાદાન રાજીનામું આપી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ મુખ્યમંત્રી નારાયણસામી સરકાર સંકટમાં છે. મંગળવારે કોંગ્રસના ધારાસભ્ય એ. જહોન કુમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને એક માસમાં રાજીનામું આપનારા ચોથા ધારાસભ્ય છે. જેના લીધે સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનના 33 સભ્યોવાળા ગૃહમાં બેઠકોની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">