પ્રિયંકા ગાંધીએ કહ્યુ આ સરકાર દુબઈમાં ISI સાથે વાત કરે છે, પણ કોરોના મુદ્દે વિપક્ષ સાથે નહી

લોકશાહીમાં સૌની સાથે વાત કરવી આવશ્યક, કયારેક ટીકા પણ સહન કરવી જોઈએ, આ રાજનીતિ કરવાનો કે તુ તુ મૈ મૈ કરવાનો સમય નથી, દેશહિતમાં હોવા છતા ના કર્યુ હોય તો વિપક્ષ ધ્યાન દોરે તેમા ખોટુ શુ ?

પ્રિયંકા ગાંધીએ કહ્યુ આ સરકાર દુબઈમાં ISI સાથે વાત કરે છે, પણ કોરોના મુદ્દે વિપક્ષ સાથે નહી
કોગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા

કોરોનાની બીજી લહેરમાં લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં મોદી સરકાર સદ્તર નિષ્ફળઃ પ્રિયંકા ગાંધી વાડ્રા

હાલ સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરમાં લપેટાઈ ગયો છે. રોજે રોજ કોરોનાના કેસના નવા નવા વિક્રમી આંકડાઓ સામે આવી રહ્યાં છે. હોસ્પિટલોની સ્થિતિ અતિ ખરાબ છે. દવા, ઈન્જેકશન અને ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ઓક્સિજનના અભાવે દર્દીઓ કોરોનાના દર્દીઓ મરી રહ્યાં હોવાના બનાવો હવે સામે આવી રહ્યાં છે. તબીબો આ પ્રકારની સ્થિતિ સામે લાચાર છે.

આવી સ્થિતિ અંગે કોગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ, ( Priyanka Gandhi ) આરોગ્ય મંત્રાલયની નિષ્ફળતાને ઉજાગર કરવા પ્રશ્નો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ સમાચાર સંસ્થા સાથે કરેલ વાતચીતમાં કહ્યુ છે કે, આ સરકાર દુબઈમાં ISI સાથે વાત કરી શકે છે પણ વિપક્ષ સાથે નહી. વિપક્ષ સાથે વાત કરવામા સરકાર નાનપ અનુભવે છે. વર્તમાન કેન્દ્ર સરકાર વિપક્ષ સાથે સુચનો અંગે ચર્ચા કરતી નથી કે વિપક્ષે સુચવેલા સુચનોને માનતી પણ નથી.

સમાચાર સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ હતું કે, સમગ્ર વિશ્વમાં ઓક્સિજનના ઉત્પાદનમાં ભારત મોખરાના સ્થાને છે. તો પછી આપણા દેશમાં ઓક્સિજનની તંગી અભાવ કેમ ? કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે 8થી 9 મહિનાનો સમયગાળો રહ્યો. સરકારે જ કરેલા સેરો સર્વેમાં જાહેર કરાયુ હતું કે કોરોનાની બીજી લહેર આવશે. તો પછી શા માટે આ 8થી 9 મહિનાના સમયગાળામાં બેદરકારી દાખવી ? બીજી લહેરમાં થવારી સંભવિત અસરને ખાળવા માટે કેમ કોઈ તૈયારી સરકારે ના કરી.

પ્રિયંકા ગાંધીએ ભારતમાંથી કોરોનાની રસીની કરાયેલી નિકાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે, સરકારે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કોરોનાની રસીના 6 કરોડ ડોઝની નિકાસ કરી. આ સમય દરમિયાન માત્ર 3 થી 4 કરોડ ભારતીયોને જ રસી આપવામાં આવી હતી. ભારતમાં બનેલી રસી માટે કેમ ભારતીયોને પ્રાધાન્યતા નહોતી અપાઈ ? પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘રસીનો અભાવ નબળી યોજનાઓને કારણે હતો. રેમેડેસિવીર ઈન્જેકશનની અછત એટલા માટે થઈ કે કોઈ આયોજન નહોતુ, કોઈ વ્યૂહરચના ન હોવાથી ઓક્સિજનની અછત સર્જાઈ. કોરોનાની બીજી લહેરમાં લોકોને આરોગ્યસેવા પૂરી પાડવામાં આ સરકાર નિષ્ફળ નિવડી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકો ચોમેર વલોપાત કરી રહ્યાં છે. પોતાના સ્વજનને બચાવી લેવા માટે આજીજી કરતા, રોકકળ કરતા જોવા મળ્યા છે. પરંતુ વડાપ્રધાન ચૂંટણી રેલીઓમાં હસી રહ્યા છે. સમજી નથી શકતું કે આ સરકાર શું કરે છે ? સ્મશાન ઘાટ પર આવી ભીડ છે, લોકો ટોકન લઈને પોતોના સ્વજનની અંતિમક્રિયા કરવા કતારમાં ઉભા છે. આ પરિસ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે આપણે શું કરવું જોઈએ. સરકારે જે કરવું જોઈએ તે કરી રહ્યું નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ રાજકારણ કરવાનો આ સમય નથી. પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જે સૂચન કર્યું છે તેના પર કામ કરવાની જરૂર છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati