પ્રિયંકા ગાંધીએ ખાલી કરવો પડશે તેનો બે દાયકા જુનો બંગલો, સરકારે નોટીસ આપીને એક મહિનાનો ખાલી કરવા આપ્યો સમય

પ્રિયંકા ગાંધીએ ખાલી કરવો પડશે તેનો બે દાયકા જુનો બંગલો, સરકારે નોટીસ આપીને એક મહિનાનો ખાલી કરવા આપ્યો સમય
http://tv9gujarati.in/priyanka-gandhi-…aate-aapi-notice/

મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસેક્રેટરી પ્રિયંકા ગાંધીને તેના લોધી એસ્ટેટ સ્થિત બંગલાને ખાલી કરી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકા જેટલા સમયથી આ ઘરમાં રહેતી પ્રિયંકા ગાંધીને પહેલી ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. SPG સુરક્ષા હટી ગયા બાદ આ બંગલો ખાલી કરવા પડશે, આ અંગે તેમને […]

Pinak Shukla

|

Jul 01, 2020 | 2:19 PM

મોદી સરકારે કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય મહાસેક્રેટરી પ્રિયંકા ગાંધીને તેના લોધી એસ્ટેટ સ્થિત બંગલાને ખાલી કરી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દાયકા જેટલા સમયથી આ ઘરમાં રહેતી પ્રિયંકા ગાંધીને પહેલી ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. SPG સુરક્ષા હટી ગયા બાદ આ બંગલો ખાલી કરવા પડશે, આ અંગે તેમને નોટીસ પણ આપી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આ નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે. 6- બી ઘર નંબર 35 લોધી એસ્ટેટમાં પ્રિયંકા ગાંધી પરિવાર સાથે લગભગ બે દાયકાથી રહે છે. સૂત્રો મુજબ પ્રિયંકા ગાંધી નોટીસનું પાલન કરશે અને ઘરને ખાલી કરી દેશે તેમણે ટીપ્પણી આપવાથી પણ ઈન્કાર કર્યો છે.

spg_070120070421.jpg

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati