કોરોના સામે લડાઈ : PM મોદી સહિત સાંસદોના પગારમાં 30 ટકા કપાત, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

દેશમાં કોરોના વાઈરસનું મોટું સંકટ છે ત્યારે કેન્દ્રિય કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સાંસદોના પગારમાં 30 ટકા સુધીનો કાપ મૂકવામાં આવશે. આ કાપ 1 વર્ષ સુધી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવી જાણકારી પ્રકાશ જાવડેકરએ આપી હતી. વડાપ્રધાનના પગારમાં પણ 30 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં […]

કોરોના સામે લડાઈ : PM મોદી સહિત સાંસદોના પગારમાં 30 ટકા કપાત, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય
Follow Us:
| Updated on: Apr 06, 2020 | 11:57 AM

દેશમાં કોરોના વાઈરસનું મોટું સંકટ છે ત્યારે કેન્દ્રિય કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સાંસદોના પગારમાં 30 ટકા સુધીનો કાપ મૂકવામાં આવશે. આ કાપ 1 વર્ષ સુધી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવી જાણકારી પ્રકાશ જાવડેકરએ આપી હતી. વડાપ્રધાનના પગારમાં પણ 30 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં પણ એકવર્ષ માટે કાપ મુકાશે.

ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સિવાય કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી કે સાંસદોને જે ફંડ આપવામાં આવે છે તેને પણ 2 વર્ષ સુધી ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બાબતે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવશે અને નિર્ણય અમલમાં મુકશે. સાંસદોનું 2 વર્ષનું ફંડ ખતમ કરવાથી સરકારની પાસે 7900 કરોડ રુપિયાની બચત થશે અને તેનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરી શકાશે.

આ પણ વાંચો :  રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આદેશ, ગરબા રમવાને મામલે બોપલના PI બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">