નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી અને હવે ભાજપ વિરુદ્ધ આ વ્યક્તિ માટે ચૂંટણી પ્રચાર કરશે પ્રશાંત કિશોર

નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી અને હવે ભાજપ વિરુદ્ધ આ વ્યક્તિ માટે ચૂંટણી પ્રચાર કરશે પ્રશાંત કિશોર

દેશ અને દુનિયાના સોશિયલ મીડિયામાં જ્યારે એક માત્ર PM મોદીનું નામ આવતું હતું તો તેની પાછળ PKનું નામ લેવામાં આવે છે. PK એટલે પ્રશાંત કિશોર કે જેને રાજનીતિકાર પણ કહેવામાં આવે છે. પ્રશાંત કિશોર રાજનૈતિક પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારના અભિયાન માટે કામ કરે છે. પ્રશાંત કિશોરે સૌ પ્રથમ નરેન્દ્ર મોદી માટે ગુજરાત અને પછી કેન્દ્રમાં […]

TV9 Webdesk12

|

Jun 07, 2019 | 6:42 AM

દેશ અને દુનિયાના સોશિયલ મીડિયામાં જ્યારે એક માત્ર PM મોદીનું નામ આવતું હતું તો તેની પાછળ PKનું નામ લેવામાં આવે છે. PK એટલે પ્રશાંત કિશોર કે જેને રાજનીતિકાર પણ કહેવામાં આવે છે. પ્રશાંત કિશોર રાજનૈતિક પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારના અભિયાન માટે કામ કરે છે. પ્રશાંત કિશોરે સૌ પ્રથમ નરેન્દ્ર મોદી માટે ગુજરાત અને પછી કેન્દ્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારની કામગીરી સંભાળી હતી.

આ પણ વાંચોઃ ભૂમાફિયાઓ આવી રીતે 90 લાખ રૂપિયાનું મકાન 20 લાખમાં પડાવી લેવાની ઘટના બાદ ક્રાઈમબ્રાંચના દરોડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો હાલમાં જ પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી માટે પ્રચારની કામગીરી કરી હતી. જેનું પરિણામ આવ્યું કે ચંદ્રબાબુની સરકારને જવું પડ્યું અને આંધ્ર પ્રદેશની વિધાનસભા અને લોકસભા બંનેમાં YSR કોંગ્રેસની જંગી જીત થઈ હતી. તો પ્રશાંત કિશોર હવે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે તેવા સમાચાર આવી રહ્યા છે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે પ્રશાંત કિશોરે બેઠક યોજી હતી.

જે બાદ સામે આવી રહ્યું છે કે કિશોર બંગાળમાં આગામી ચૂંટણી દરમિયાન મમતા દી સાથે કામ કરી શકે છે. મહત્વનું છે કે કિશોર અને મમતા બેનર્જી વચ્ચે 2 કલાક લાંબી બેઠક યોજાઈ હતી. તો સાથે બંગાળમાં ભાજપને લોકસભાની 18 બેઠક પર જીત મળ્યા બાદ તૂણમૂલ કોંગ્રેસ માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આરપારનો જંગ ઉભો થઈ શકે છે. લોકસભામાં 18 બેઠક મળ્યા બાદ ભાજપની નજર બંગાળના મુખ્યમંત્રીની ખુરશી પર છે. ત્યારે સ્વાભાવીક છે કે પોતાના પ્રચારને વધારવા અને પોતાની ખુરશી બચાવવા માટે મમતા બેનર્જીએ લોકચાહના મેળવવામાં પોતાને મજબૂત બનાવવા પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati