POLITICS : રાહુલ-પ્રિયંકાએ રેલી-જનસભાઓ કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું ચૂંટણીની રેલીઓ-જનસભાઓ રદ્દ કરવી જોઈએ

સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજી.

POLITICS  : રાહુલ-પ્રિયંકાએ રેલી-જનસભાઓ કર્યા બાદ સોનિયા ગાંધીએ કહ્યું ચૂંટણીની રેલીઓ-જનસભાઓ રદ્દ કરવી જોઈએ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 5:27 PM

POLITICS : કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કહ્યું કે ચૂંટણીની રેલીઓ-જનસભાઓ રદ્દ કરવી જોઈએ, જો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ રેલીઓ કરી છે અને જનસભાઓ સંબોધી છે.

કોંગ્રેસની વર્ચ્યુઅલ બેઠક સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા વર્ચ્યુઅલ બેઠક યોજી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે કોવિડ-19 રસી નિકાસ કરી અને ભારતમાં તેને ઓછી કરી.બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસના ચેપ સામે લડવાના પ્રયત્નોની સમીક્ષા કરી અને તપાસ, ચેપગ્રસ્ત લોકોની શોધ અને રસીકરણને પ્રાધાન્ય આપવાની વાત પર ભાર મૂક્યો.

રેલીઓ-જનસભાઓ રદ્દ થવી જોઈએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષાની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું છે કે દેશની તમામ ચૂંટણીઓમાં રેલીઓ સહિતની જાહેરસભાઓ રદ્દ કરવી જોઈએ. સોનિયા ગાંધીએ કહ્યું કે, “કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં, મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આપની જવાબદારી છે કે આપણે સરકાર પર દબાણ લાવીએ જનસંપર્કની રણનીતિ અપનાવવાને બદલે જનહિતમાં કામ કરે.”

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રાહુલ-પ્રિયંકાએ પણ રેલી-જનસભાઓ સંબોધી છે સોનિયા ગાંધીએ કોરોનાના કારણે દેશમાં વિવિધ ચૂંટણીઓમાં રેલી અને જનસભાઓ રદ્દ થવી જોઈએ તેવું નિવેદન આવ્યું, જો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આસામ, પોંડીચેરી, કેરળ અને તમિલનાડુમાં રેલીઓ અને જનસભાઓ કરી ચુક્યા છે. આ ચારેય રાજ્યોમાં 6 એપ્રિલે ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, હવે માત્ર પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ચાલી રહી છે, ત્યાં મુખ્ય ટક્કર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, કોંગ્રેસ કોઈ ચિત્રમાં દેખાઈ રહી નથી. આવા સમયે સોનિયા ગાંધીનું આવું નિવેદન આવવું એ આશ્ચર્યની વાત છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પણ કોરોનાકાળમાં જ જનસભાઓ સંબોધી ત્યાર બાદ આજે સોનિયા ગાંધીને રાષ્ટ્રહિત યાદ આવ્યું છે.

સોનિયા ગાંધીએ કહ્યું, “ચૂંટણીઓ અને ધાર્મિક કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થવાને કારણે કોરોનાના કેસોમાં ઉછાળો થઈ રહ્યો છે. આ માટે આપણે બધા ઘણા અંશે જવાબદાર છીએ. આપણે આ જવાબદારી સ્વીકારવાની અને રાષ્ટ્રના હિતને સર્વોપરી રાખીએ”

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">