Political News: 23 જૂને લેવાશે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી, કોંગ્રસ કાર્ય સમિતિની બેઠકમાં કરાયો નિર્ણય

સોમવારે દિલ્લીમાં કોંગ્રેસ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થઈ. બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. આગામી મહીને 23 તારીખે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કરવામાં આવશે.

  • Publish Date - 4:45 pm, Mon, 10 May 21 Edited By: Kunjan Shukal
Political News:  23 જૂને લેવાશે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી, કોંગ્રસ કાર્ય સમિતિની બેઠકમાં કરાયો નિર્ણય
સોનિયા ગાંધી (ફાઇલ ફોટો)

Political News: સોમવારે દિલ્લીમાં કોંગ્રેસ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થઈ. બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. આગામી મહીને 23 તારીખે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી કરવામાં આવશે.

 

સોનિયા ગાંધીની અધ્યક્ષતા થયેલી બેઠકમાં દેશમાં કોરોનાના વ્યાપક પ્રસારને લઈ ચર્ચા કરવામાં આવી આ સિવાય હાલમાં થયેલા ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસના પ્રદર્શન પર વિચાર કરવામાં આવ્યો અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવી.

 

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોના વાયરસની સ્થિતિ ભયાનક થઈ છે. જ્યારે શાસનની નિષ્ફળતાઓ વધારે કઠિન થઈ ગઈ.સોનિયા ગાંધીએ કહ્યું કે વૈજ્ઞાનિકોની સલાહને સંપૂર્ણ રીતે નકારવામાં આવી અને આ દેશ મોદી સરકારની ભૂલની ભારે કિંમત ચૂકવી રહ્યુ છે.

 

સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય આપણી સહાયતા માટે આગળ આવે. સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે કોંગ્રેસ તરફથી તમામ દેશ અને સંસ્થાઓને ધન્યવાદ આપવા ઈચ્છુ છુ. આ સિવાય સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે આપણે સૌ કોવિડ-19થી વ્યસ્ત છીએ, ત્યારે આ બેઠક ચૂંટણીના પરિણામ પર ચર્ચા માટે બોલાવવામાં આવી છે.

 

સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે જો આપણે એમ કહીએ કે ચૂંટણીના પરિણામથી ઘણી નિરાશા છે તો તે વધારે નહીં હોય. ચૂંટણીના પરિણામો પર મંથન કરવા માટે એક નાનો સમૂહ બનાવવા પર જોર આપુ છું અને આશા છે કે જલ્દી એક રિપોર્ટ સાથે અમે બીજી વાર બેઠક કરીશું.

 

 

સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે આપણે સ્પષ્ટ રીતે એ સમજવાની જરુર છે કે કેરળ અને અસમમાં અમે કેમ હાર્યા અને પશ્ચિમ બંગાળમાં એકપણ સીટ કેમ અમારા નામે ન કરી શક્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે જો અમે વાસ્તવિકતા નહીં જોઈએ તો ભવિષ્ય માટે શીખ કેવી રીતે લઈશુ. સોનિયા ગાંધીએ કહ્યું કે જ્યારે અમે 22 જાન્યુઆરીએ મળ્યા ત્યારે અમે આ નિર્ણય લીધો કે જૂનના અંત સુધી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઇ જશે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં બીજી લહેરના કોરોનાના કેસમાં છેલ્લા એક સપ્તાહથી ઘટાડો, ત્રીજી સંભવિત લહેર સામે સજ્જ