સાબરકાંઠામાં રાજકીય ગરમાવો, હિમતનગર નાગરિક બેંકની ચૂંટણીમાં 13 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર (Himmatnagar) ની નાગરિક સહકારી બેંક (Nagarik Cooperative Bank) ની સામાન્ય ચુંટણી યોજાનારી છે. બેંકની ચુંટણી ને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ શહેરમાં ચુંટણીનો ગરમાવો વ્યાપ્યો છે.

સાબરકાંઠામાં રાજકીય ગરમાવો, હિમતનગર નાગરિક બેંકની ચૂંટણીમાં 13 બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં
Himmatnagar Nagarik Cooperative Bank
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 10, 2021 | 9:01 AM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગર (Himmatnagar) ની નાગરિક સહકારી બેંક (Nagarik Cooperative Bank) ની સામાન્ય ચુંટણી 17 જાન્યુઆરીએ યોજાનારી છે. બેંકની ચુંટણીને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ શહેરમાં ચુંટણીનો ગરમાવો વ્યાપ્યો છે. હિંમતનગરની નાગરિક બેંકનેમાં ૧૩ ડિરેક્ટરો માટે ૨૮ ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યુ છે.

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલી નાગરિક સહકારી બેંકની સામાન્ય ચુંટણીને લઇને શહેરમાં ચુંટણીનો માહોલ જામવા  લાગ્યો છે. હિંમતનગર નગર પાલિકાની અને તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણી પણ હવે ટુંક સમયમાં જાહેર થનારી છે. પરંતુ તે પહેલા જ હવે નાગરિક સહકારી બેંકની ચુંટણી યોજાઇ રહી છે. ચુંટણી ને લઇને પ્રથમ વાર આટલુ વધારે આકર્ષણ જામવા લાગ્યુ છે. અત્યાર સુધી આમ તો નાગરિક બેંકની ચુંટણી ગરમાવા વિના જ યોજાઇ જતી હતી. પરંતુ આ વર્ષે બેંકની ચુંટણીને લઇને જાણે કે એક પ્રકારે જાગૃતિ જોવા મળી હોય એમ ચુંટણીમાં ઉમેદવારી કરવાને લઇને ચહલ પહલ પણ વધી ગઇ હતી. પરંતુ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની મુદત પુરી થવાને લઇને ચિત્ર સ્પષ્ટ થયુ હતુ. જેને લઇને હવે ૨૮ ઉમેદવારો મેદાને રહ્યા છે.

વર્તમાન ચેરમેન નલિન પટેલે પણ ફરી એકવાર ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત રાજકીય વર્તુળો સાથે સંકળાયેલા આગેવાનો પણ બેંકની ચુટણીમાં મેદાને પડ્યા છે. હિંમતનગર નાગરિક સહકારી બેંક સાત જેટલી શાખાઓ ધરાવે છે. ૩૯૦ કરોડનુ ટર્નઓવર ધરાવે છે. જ્યારે ૩૯,૦૦૦ સભાસદો ધરાવે છે. આગામી 17 મી જાન્યુઆરી ઇવીએમ દ્રારા મતદાન કરવામાં આવશે. સાંજે બેંકના સેન્ટ્રલ હોલ ખાતે મતગણતરી કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નાગરિક સહકારી બેંક, હિંમતનગર ચુંટણી અધિકારી કનુભાઇ સોનીએ જણાવ્યુ હતુ કે, 13 બેઠકો માટે સામાન્યમાં 21, મહિલામાં 5 અને એસસી-એસટી અનામતમાં 2 મળીને 28 ઉમેદવારો છે. જેનુ મતદાન આગામી 17 જાન્યુઆરીએ યોજાશે. તે દિવસે સાંજે જ મતગણતરી કરવામાં આવશે.

સામાન્ય વિભાગ 01. અલ્પેશકુમાર કેશાભાઇ બારોટ 02. કેતનકુમાર નારાયણદાસ મોદી 03. ગીરીશકુમાર હિમતસિંહ ચૌહાણ 04. જગદીશકુમાર ચુનીલાલ કડિયા 05. દિગ્વિજયસિંહ રણજીતસિંહ ચાવડા 06. દિલીપકુમાર જયંતીભાઈ શાહ 08. નલીનકુમાર મોહનભાઈ પટેલ 09. નલીનકુમાર રમણલાલ પટેલ 10. પ્રવીણકુમાર અંબાલાલ પ્રજાપતિ 11. પ્રવિણજી અંબુજી વિહોલ 12. બળવંતસિંહ નહારસિંહ દેવડા 13. મો.આરીફ હાજી અ.કાદર પીપલાવાલા 14. રાજેશકુમાર ચીનુભાઈ અમીન 15. રાકેશ માંગીલાલ સોની 16. રાકેશકુમાર શંકરભાઈ પટેલ 17. વિરમભાઇ સાગરભાઈ દેસાઈ 18. વિરલ હર્ષદકુમાર શાહ 19. હર્ષદકુમાર ડાહ્યાભાઈ પાઠક 20. હસમુખલાલ ડાહ્યાલાલ પટેલ 21. હિરેનકુમાર નવીનચંદ્ર ગોર

મહિલા વિભાગ  1. કલ્પનાબેન દેવેશભાઈ પટેલ 2. કપીલાબેન ભરતભાઈ પટેલ 3. ગીતાબેન પ્રવીણભાઈ દરજી 4. દીપ્તિ પરીક્ષિત વખારિયા 5. રમીલાબેન ધુળાભાઈ મોદી

અનુસુચિતજાતિ/જનજાતિ વિભાગ 

1. શશીકાંત ગોવિંદભાઈ સોલંકી 2. સંજયકુમાર જીવાભાઈ રાઠોડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">