Pondicherryમાં ધેરાયું રાજકીય સંકટ, વિપક્ષોએ આપ્યો નારાયણસામી સરકારને બહુમત સાબિત કરવાનો પડકાર

પોંડેચરીમાં ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ સહિતના વિપક્ષી દળના પ્રતિનિધિ મંડળે બુધવારે લેફ્ટનન્ટ ગવર્નરની કચેરીના અધિકારીને ગૃહમાં બહુમતી સાબિત કરવા સીએમ નારાયણસામીની સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી.

Pondicherryમાં ધેરાયું રાજકીય સંકટ, વિપક્ષોએ આપ્યો નારાયણસામી સરકારને બહુમત સાબિત કરવાનો પડકાર

Pondicherry માં ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ સહિતના વિપક્ષી દળના પ્રતિનિધિ મંડળે બુધવારે લેફ્ટનન્ટ ગવર્નરની કચેરીના અધિકારીને ગૃહમાં બહુમતી સાબિત કરવા સીએમ નારાયણસામીની સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી.

Pondicherry ના કોંગ્રેસના અન્ય ધારાસભ્યના રાજીનામા બાદ રાજ્યની કોંગ્રેસ સરકારે બહુમત ગુમાવી દીધો છે. જેમાં એન.રંગાસમીની આગેવાની હેઠળના વિપક્ષી પાર્ટીઓના તમામ 14 ધારાસભ્યોએ સંયુક્ત રૂપે રાજભવનના વિશેષ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના એન. રંગસામી, ચાર એઆઈએડીએમકે અને ભાજપના ત્રણ નૉમિનેટેડ સભ્યો સહિતના સાત ધારાસભ્યો સામેલ થયા હતા. ભાજપાના ત્રણ નૉમિનેટેડ ધારાસભ્યોને પણ મતદાનનો અધિકાર છે.

વિપક્ષ નેતા રંગાસામીએ પત્રકારોને જણાવ્યું હતું કે એક અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે નારાયણસામીને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપવામાં આવે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ બેદીને ગઇકાલે પોંડેચરીના લેફ્ટનન્ટ ગવર્નર પદ પરથી હટાવવામાં આવ્યા છે અને તેલંગાણાના રાજ્યપાલ ટી સૌદર્યરાજનને કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

મંગળવારે કોંગ્રસના ધારાસભ્ય એ. જહોન કુમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને એક માસમાં રાજીનામું આપનારા ચોથા ધારાસભ્ય છે. જેના લીધે સત્તાધારી પક્ષ કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનના 33 સભ્યોવાળા ગૃહમાં બેઠકોની સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે.

કેન્દ્રશાસિત પ્રદેશ Pondicherry માં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. જેમાં કામરાજ નગર મત વિસ્તારના ધારાસભ્ય એ જોન કુમારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. એ. જ્હોનના રાજીનામાથી Pondicherry માં કોંગ્રેસની સરકાર બહુમતી ગુમાવી દીધો છે. જહોન કુમારે વર્ષ 2019 માં કામરાજ નગરથી પેટા ચૂંટણી જીતી હતી. તેમના રાજીનામાંથી શાસક કોંગ્રેસ પાર્ટીનું સંખ્યાબળ ઘટીને 10 થઈ છે. કોંગ્રેસને ડીએમકે અને અપક્ષનો ટેકો છે. જ્હોન કુમારે સ્પીકર વી શિવકોલેન્થુને રાજીનામું સુપરત કર્યું હતું.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati