ParakramDivas: પરાક્રમ દિવસની ઉજવણીમાં સામેલ થયા PM MODI

| Updated on: Jan 23, 2021 | 6:57 PM

ParakramDivas: નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીએ પરાક્રમ દિવસ પર આયોજિત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોલકાતા પ્રવાસે જશે. જેને લઇને કોલકાતાને અત્યારથી જ કિલ્લામાં ફેરવી દેવાયું

ParakramDivas: નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીએ પરાક્રમ દિવસ પર આયોજિત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા પ્રવાસે છે. જેને લઇને કોલકાતાને અત્યારથી જ કિલ્લામાં ફેરવી દેવાયું. પીએમના આગમનને લઇને કોલકાતા પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. નેતાજીની જયંતિ નિમિત્તે કોલકાતાની નેશનલ લાઇબ્રેરીમાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું. 21મી સદીમાં નેતાજીના વારસાનું પુનઃઅવલોકન વિષય પર આયોજિત સંમેલનમાં ભાગ લેનારા કલાકારો તેમજ અન્ય ભાગ લેનારાઓ સાથે પીએમ મોદી સંવાદ કર્યો. નેતાજીની 125મી જન્મજયંતિ મનાવવા માટે સરકારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં 85 સભ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતિનું નિર્માણ કર્યુ છે, જે વર્ષભરના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરશે. નેશનલ લાઇબ્રેરીમાં કલાકારોએ એક એક્ઝિબિશન પણ રાખ્યું છે.

PMનો કોલકતા પ્રવાસ  બપોરે 3.30 કલાકે નેશનલ લાઇબ્રેરી ખાતે પહોંચ્યા 3.30 થી 3.50 સુધી સંમેલનમાં ભાગ લેનારા કલાકારો સાથે સંવાદ 3.55 કલાકે નેતાજી અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંબોધન 4.15 કલાકે પીએમ વિક્ટોરિયા ખાતે જવા રવાના થયા 4.30 કલાકે પીએમ વિક્ટોરિયા ખાતે પહોંચી પરાક્રમ દિવસ કાર્યક્રમમાં પહોંચ્યા 4.33 કલાકે પીએમ નેતાજી અંગે પ્રદર્શન નિહાળ્યું સાંજે 5 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત 5.41 કલાકે લેટર્સ ઓફ નેતાજી પુસ્તકનું વિમોચન

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jan 2021 05:36 PM (IST)

    નેતાજીએ આઝાદ ભારતનો સૌ-પ્રથમ પાયો નાંખ્યો : PM

    વડાપ્રધાને જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝનું નામ સાંભળતા જ શરીરમાં નવી ઉર્જાનો સંચય થાય છે. તેમણે જ ભારતમાં આઝાદીનો સૌપ્રથમ પાયો નાંખ્યો હોવાનું જણાવ્યું. અહીં, મંચ પર બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પણ ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતા

  • 23 Jan 2021 05:30 PM (IST)

    બંગાળમાં જ ભારતના આત્મગૌરવનો જન્મ થયો : PM

    બંગાળની ધરતી વીરસપૂતોની ધરતી છે. તેમ વડાપ્રધાને જણાવ્યું. વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે નેતાજીને લગતી કેટલીક ફાઇલો અમારી સરકારે સાર્વજનિક કરી છે. નેતાજીએ અંદમાન નિકોબારમાં સૌપ્રથમ તિરંગો લહેરાવ્યો હતો તેમ પણ કહ્યું.

  • 23 Jan 2021 05:26 PM (IST)

    નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશ માટે મોટું બલિદાન આપ્યું : PM

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સૌ પ્રથમ નેતાજી સુભાષચંદ્ર બોઝને યોદ કર્યા. સાથે જ જણાવ્યું કે બંગાળની ધરતીએ આઝાદી માટે મોટું યોગદાન આપ્યું છે. દેશને રાષ્ટ્રગીતની પણ બંગાળે દેન આપી છે.

  • 23 Jan 2021 04:38 PM (IST)

    સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં જનમેદની ઉમટી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. આ નિમિતે બંગાળના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. અને, નરેન્દ્ર મોદીના જયકારના નારા પણ લોકોએ લગાવ્યા હતા

  • 23 Jan 2021 04:34 PM (IST)

    કોલકતા : વિક્યોરિયલ પાર્કમાં પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીએ પરાક્રમ દિવસ પર આયોજિત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકોતા પહોંચ્યા છે. થોડીવારમાં અહીં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી

Published On - Jan 23,2021 5:36 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">