PM MODI: રાજ્યસભામાં થયા ભાવુક, કાશ્મિરના મુખ્યપ્રધાન-રાજ્યસભાના સભ્ય તરીકે ગુલામનબીની કામગીરી મોદીએ વખાણી

PM MODI રાજ્યસભામાં સંબોધન કરતા મોદી ભાવુક થયા હતા. ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કાશ્મિરમાં થયેલા આંતકી હુમલામાં ગુજરાતીઓ ભોગ બન્યા હોવાની ઘટનાને યાદ કરીને વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. અને કાશઅમિરના મુખ્યપ્રધાન તરીકે ગુલામનબી આઝાદે કરેલી કામગીરીને વખાણી હતી.

| Updated on: Feb 09, 2021 | 11:11 AM

રાજ્યસભામાંથી ગુલામનબી આઝાદ સહિત ચાર સભ્યો નિવૃત થઈ રહ્યાં હોવાના પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં સંબોધન કરતા, કોંગ્રેસના ગુલામનબી આઝાદની ભારે પ્રશંસા કરી હતી. ગુલામનબી આઝાદે પોતાના ઘરને પણ કાશ્મિર બનાવ્યુ છે તેમ જણાવીને પોતાના ગુજરાતના મુખ્યપ્રધાનકાળને યાદ કર્યો હતો. મોદી ગુજરાતનો મુખ્યપ્રધાન હતા ત્યારે કાશ્મિરમાં આંતકી હુમલો થયો હતો. ગુજરાતીઓ ફસાયા હતા. ગુલામનબી  સાથે ટેલિફોનિક વાત કરી હતી. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા.  મોદીએ જરાક સ્વસ્થ થઈને જણાવ્યુ કે ગુલામનબી એક પરિવારના સભ્યની ચિંતા કરે તેવી રીતે પ્રવાસીઓની ચિંતા કરી હતી. ઘટના અને અનુભવોના આધારે ગુલામનબીનો હુ આદર કરુ છુ. તેમની સોમ્યતા, નમ્રતા તેમને દેશસેવા કરવાથી રોકી નહી શકે. તેમની સેવા માટે ધન્યવાદ કરુ છુ. વ્યક્તિગત રૂપે એવુ ના માનશો કે આ સદનમાં નથી. આપ ચારેય સભ્યો માટે દ્રાર ખુલ્લા છે. તમને હુ નિવૃત થવા નહી દઉ.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">