અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનારા સુરેશ સિંગલ સામે તેના જ વકીલે કર્યા ગંભીર આક્ષેપો

અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનારા સુરેશ સિંગલ સામે તેના જ વકીલે કર્યા ગંભીર આક્ષેપો

અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડતા રોકવા હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરના એક સમયના સાથીદાર સુરેશ સિંગલે જ આ અરજી કરી હતી. પરંતુ હવે સુરેશ વિરુદ્ધ તેમના જ એડવોકેટ ધર્મેશ ગુર્જરે ગંભીર આક્ષેપો કર્યા છે. અને અરજદાર સામે જ ગુનો નોંધવાની માગ અમદાવાદ પોલીસ કમિશ્નરને કરી છે.  આ પણ વાંચોઃ સુરતના રઘુવીર માર્કેટમાં […]

yunus.gazi

| Edited By: TV9 Webdesk12

Oct 18, 2019 | 1:18 PM

અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડતા રોકવા હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરના એક સમયના સાથીદાર સુરેશ સિંગલે જ આ અરજી કરી હતી. પરંતુ હવે સુરેશ વિરુદ્ધ તેમના જ એડવોકેટ ધર્મેશ ગુર્જરે ગંભીર આક્ષેપો કર્યા છે. અને અરજદાર સામે જ ગુનો નોંધવાની માગ અમદાવાદ પોલીસ કમિશ્નરને કરી છે.

આ પણ વાંચોઃ સુરતના રઘુવીર માર્કેટમાં 4 માળે આગની ઘટના, ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા અને રાધનપુરની બેઠક પર પેટાચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ઉમેદવાર ધવલસિંહ ઝાલા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરનાર સુરેશ સિંગલે ગુરુવારે આશ્ચર્ય જનક રીતે પીછેહઠ કરી છે. અલ્પેશ ઠાકોર વિરુદ્ધના પોતાની પાસે રહેલા પુરાવા ખોવાઈ ગયા હોવાનું કહેતા પિટિશનનો હાઇકોર્ટે નિકાલ કરી દીધો હતો. પરંતુ આ પીછેહઠ પાછળ મોટી લેવડ-દેવડ સહિતનો ઘટનાક્રમ સંકળાયેલો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. અને આ આક્ષેપ સુરેશ સિંગલના એડવોકેટ ધર્મેશ ગુર્જરે કર્યા છે. વિવિધ 10 જેટલા ગંભીર મુદ્દાઓ સાથે પોલીસ કમિશનરને અરજી કરી તપાસની સાથે ગુનો નોંધવાની માગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરેશ સિંગલે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં લખ્યું છે કે, અલ્પેશ વિરુદ્ધ મજબૂત પુરાવાઓ છે. પરંતુ તે રજૂ નહીં કર્યા અને આમ હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી હોવાનો આક્ષેપ એડવોકેટ ગુર્જર કરી રહ્યા છે.

સુરેશ સિંગલે ક્યાં ક્યાં પુરાવાઓ નો કર્યો હતો દાવો
અલ્પેશ વિરુદ્ધ 3+1 સીડી
સુરેશ અને અલ્પેશની સંયુક્ત તસવીરો
સીડીમાં અલ્પેશના કયા રાઝ છૂપાયેલા હતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુરેશ સિંગલનું આ સમગ્ર રાજકીય ષડયંત્ર હતું અને દિલ્હી સહિત ગુજરાતના કેટલાક નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ પણ એડવોકેટ ગુર્જરે પોતાની અરજીમાં કર્યો છે. એડવોકેટ ગુર્જરે ઘટસ્ફોટ કર્યો છે કે, સુરેશ સિંગલ પાસે 8 મોબાઈલ નંબર છે જે, અલગ અલગ નંબરોથી લોકો સાથે સંપર્કમાં રહેતો હોય છે. જો આઠેય નંબરોના કોલ ડિટેલ અને CDR જાણવામાં આવે તો, ઘણા બધા રહસ્યોનો પર્દાફાશ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એડવોકેટ ધર્મેશ ગુર્જરે પોલીસ કમિશનરને અરજી કરી માગ કરી છે કે, સુરેશ સિંગલે આત્મહત્યાની કોશિશ કરી હતી. તે અંગે પણ ગુનો નોંધવામાં આવવો જોઈએ. જોવાનું હવે એ છે કે એડવોકેટ ધર્મેશ અરજીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કેટલી ગંભીરતાથી લે છે. અને અરજીની તપાસ કઈ એજન્સીને સોંપે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati