કોંગ્રેસના કાર્યકર્તાઓને ગાંધી સંદેશ યાત્રામાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવુ ભારે પડ્યુ, જુઓ VIDEO

સામાન્ય નાગરિક હોય કે કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ નિયમો બધા માટે સરખા હોય છે. રાજકીય રેલીઓમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે, આ અમે એટલા માટે કહીએ છીએ, કારણકે દાંડીથી સાબરમતી જતી કોંગ્રેસની યાત્રામાં નવસારીમાં હેલ્મેટ વગરના ચાલકોને દંડ ફટકારવમાં આવ્યો છે. હેલ્મેટ વગરના ચાલકોને ઈ-મેમો ફટકારાયો છે. 40થી વધુ વાહન માલિકોની કેમેરામાં ઓળખ થઈ છે […]

કોંગ્રેસના કાર્યકર્તાઓને ગાંધી સંદેશ યાત્રામાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવુ ભારે પડ્યુ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 29, 2019 | 4:08 AM

સામાન્ય નાગરિક હોય કે કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ નિયમો બધા માટે સરખા હોય છે. રાજકીય રેલીઓમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે, આ અમે એટલા માટે કહીએ છીએ, કારણકે દાંડીથી સાબરમતી જતી કોંગ્રેસની યાત્રામાં નવસારીમાં હેલ્મેટ વગરના ચાલકોને દંડ ફટકારવમાં આવ્યો છે.

હેલ્મેટ વગરના ચાલકોને ઈ-મેમો ફટકારાયો છે. 40થી વધુ વાહન માલિકોની કેમેરામાં ઓળખ થઈ છે અને તમામ વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યો છે. મેમોની એક નકલ આરટીઓને પણ મોકલાઈ છે અને હજુ વીડિયો રેકોર્ડિંગના આધારે તપાસ કરાઈ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટ્રાફિક નવા નિયમોના અમલ માટે તંત્ર કટિબદ્ધ બન્યુ છે. નોંધનીય છે કે આ રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર હતા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકારની નીતિ પર સવાલો ઉભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એકટનું ચુસ્તપણે પાલન થાય તેના માટે કેન્દ્ર સરકારે દંડમાં વધારો કરી પાલન કરાવવા રાજ્યસરકારો માટે ગાઈડલાઈન બહાર પાડી છે, પરંતુ ઠેરઠેર વિરોધ પણ થઈ રહ્યા છે. ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી ગાંધી સંદેશ યાત્રામાં હેલ્મેટ વગર બાઈક રેલી કાઢનાર 40થી વધુ લોકોને ઈ મેમો મોકલવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગ્રામ્ય વિસ્તાર ગણાતા દાંડીથી શરુ થયેલી બાઈક રેલીમાં કોંગ્રેસે સવિનય કાનુન ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે હેલ્મેટ વગર બાઈક રેલી કાઢતા જલાલપોર પોલીસે ઈ-મેમો મોકલ્યા છે અને આરટીઓમાં દંડ ભરવા માટે જણાવાયુ છે. પોલીસે મોટર વ્હીકલ એક્ટની ગાઈડલાઈન પ્રમાણે કા્ર્યાવાહી કરતા કોંગ્રેસના અગ્રણીઓ ભાજપની નીતિરિતી સામે સવાલો ઊભા કરી રહ્યા છે અને પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી હોવાની વાત કરી ઘટનાને વખોડી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">