ગુજરાત યુનિવર્સિટી: શિક્ષણનું ધામ કે પછી રાજકીય અખાડો? NSUI-ABVPના વિવાદમાં ફરી એક વાર યુનિ.ની છબી ખરડાઈ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા આવ્યા વિવાદમાં! ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યક્રમમાં કુલપતિ હિમાંશુ પંડયા હાજર રહેતા વિવાદ સર્જાયો છે. તેમની આ કાર્યક્રમમાં હાજરીના કારણે NSUIએ કુલપતિનો વિરોધ કર્યો છે અને સાથે જ વિરોધ કરતા NSUIએ કુલપતિને ભાજપ અને RSSના દલાલ ગણાવ્યા છે. 27 ડિસેમ્બરના રોજ યોજાનાર ABVPના […]

ગુજરાત યુનિવર્સિટી: શિક્ષણનું ધામ કે પછી રાજકીય અખાડો? NSUI-ABVPના વિવાદમાં ફરી એક વાર યુનિ.ની છબી ખરડાઈ
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Dec 25, 2018 | 7:43 AM

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા આવ્યા વિવાદમાં!

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ફરી વિવાદમાં આવ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યક્રમમાં કુલપતિ હિમાંશુ પંડયા હાજર રહેતા વિવાદ સર્જાયો છે. તેમની આ કાર્યક્રમમાં હાજરીના કારણે NSUIએ કુલપતિનો વિરોધ કર્યો છે અને સાથે જ વિરોધ કરતા NSUIએ કુલપતિને ભાજપ અને RSSના દલાલ ગણાવ્યા છે.

27 ડિસેમ્બરના રોજ યોજાનાર ABVPના રાષ્ટ્રીય અધિવેશનના પોસ્ટર્સ યુનિવર્સિટીમાં ઠેર ઠેર જગ્યાએ લગાવી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીની એક પણ દીવાલ કે ભવન એવું નથી કે જ્યાં ABVPના અધિવેશનના પોસ્ટરો ના લાગ્યા હોય. જુઓ આ રહી એ તસ્વીરો:

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હવે આ અંગે NSUIએ યુનિવર્સિટીમાં હોબાળો કરી 24 કલાકમાં કુલપતિ ખુલાસો કરે તેવી માંગ કરી. જોકે કુલપતિએ આ બાબતે હજી સુધી કોઈ ખુલાસો નથી કર્યો અને તેવામાં જ આજે સવારે ગુજરાત યુનિવર્સિટીની દીવાલો અને કુલપતિની ઓફિસની બહાર કાળી સાહીથી કુલપતિ વિરુદ્દ સૂત્રો લખેલા જોવા મળ્યા. કુલપતિના ઘરની બહાર પણ ‘RSS ઘર’ હોવાનું લખેલું જોવા મળ્યું.

NSUI write slogan against Gujarat University VC's

આ પણ વાંચો : નવસારી ST ડેપોમાં 3 મુસાફરો પર ડ્રાઈવરે બસ ચઢાવી દીધી, CCTV ફૂટેજ આવ્યા સામે

યુનિવર્સિટી કેમ્પસની દીવાલો પર પણ કુલપતિ વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં ભાગ લેવા બાબતે NSUIએ કુલપતિ સામે વિરોધ કર્યો છે. NSUIએ કુલપતિ ભાજપ અને RSSનો  હાથો બનીને ABVPનું અધિવેશન સફળ બનાવવા માટે કામ કરી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો છે. જોકે કુલપતિની ઓફિસ અને ઘરની બહાર લખાયેલા આ લખાણ પાછળ તેમનો હાથ ન હોવાનું NSUI કહી રહ્યું છે.

આ અંગે NSUIના પ્રદેશ મહામંત્રી સિદ્ધરાજસિંહ ચૌહાણે કહ્યું છે,

“ABVPએ જે પોસ્ટરો લગાવ્યા હતા તેેને દબાવવા ABVPએ જ આવા લખાણો લખ્યાં છે. NSUIને બદનામ કરવાનું આ કાવતરું છે. પણ જો કુલપતિ 24 કલાકમાં કોઈ ખુલાસો નહીં આપે તો NSUI યુનિવર્સિટીમાં આંદોલન કરશે.”

તો હાલ યુનિવર્સિટી તંત્રએ યુનિવર્સિટીની દિવાલો પર કાળી સાહીથી લખાયેલા લખાણ પર કલર લગાવીને ભૂંસી નાખ્યું છે.

[yop_poll id=328]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">