ફક્ત Jack Ma જ નહીં, ચીની સરકારની ટીકા કરવી આ લોકોને પડી મોંઘી

આ પહેલીવાર નથી કે જ્યારે ચીનની સરકાર વિરુદ્ધ બોલનારને ત્યાંની સરકારના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય, Jack Ma કરતા પહેલા પણ ઘણા લોકોને ચીની સરકારની આલોચના કરવા બદલ ગંભીર પરિણામ ભોગવવા પડ્યા છે.

ફક્ત Jack Ma જ નહીં, ચીની સરકારની ટીકા કરવી આ લોકોને પડી મોંઘી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:23 PM

આ પહેલીવાર નથી કે જ્યારે ચીનની સરકાર વિરુદ્ધ બોલનારને ત્યાંની સરકારના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય, Jack Ma કરતા પહેલા પણ ઘણા લોકોને ચીની સરકારની આલોચના કરવા બદલ ગંભીર પરિણામ ભોગવવા પડ્યા છે.

Jack Ma: ચીની અરબપતિ Jack Ma છેલ્લા બે મહિનાથી ગાયબ છે જેને લઈને વિશ્વભરમાં લોકો વિવિધ ક્યાસ લગાડી રહ્યા છે, દુનિયાભરના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે Jack Maના ગાયબ થવા પાછળ તેમણે કરેલી ચીની સરકારની આલોચના જવાબદાર છે, ગત વર્ષે એક સામાજીક કાર્યક્રમમાં સરકારની ટીકા કર્યા બાદ તેઓ ચીની સરકારની નજર હેઠળ ચઢી ગયા છે, તેમની કંપની પર વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આન્ટ ગ્રૃપના IPOને પણ નિલંબીત કરી દેવામાં આવ્યા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

રેન જિકીયાંગ: રિયલ એસ્ટેટ ટાયકૂન રેન જિકીયાંગે કોરોનાને લઈને સરકારની નીતી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને તેમણે રાષ્ટ્રપતિ શી જિનપીંગને જોકર કહ્યુ હતુ, ત્યારબાદ તેમના ત્રણ મિત્રોએ તેમના ગુમ થયા હોવાની ફરિયાદ કરી હતી, તેમને ગાયબ થવાને લઈને પોલીસે પણ કોઈ જવાબ ન આપ્યો, પાછળથી ખબર પડી કે તેમની ધરપકડ કરવામાં આવી છે, હાલમાં જ તેમને મોતની સજા સંભળાવવામાં આવી છે , રેન ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સદસ્ય હતા અને એક સરકારી કંપનીમાં પ્રમુખ પદે પણ હતા.

મેંગ હોંગવેઇ: પૂર્વ ઈન્ટરપોલ ચીફ મેંગ હોંગવેઈ 2018માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા, તે સમયે તેઓ ફ્રાંસના ઈન્ટરનેશનલ પોલીસ હેડક્વાટરથી ચીનના પ્રવાસે આવ્યા હતા, પાછળથી ખબર પડી કે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારબાદ તેમને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી નિસ્કાશિત કરી દેવામાં આવ્યા હતા, તેમની પત્નીએ પોતાના અને બાળકોના અપહરણની શંકા વ્યક્ત કરતા ફ્રાંસે તેમને રાજનૈતિક શરણ આપી હતી, કોર્ટે તેમને 13 વર્ષની જેલ અને 2 કરોડ રૂપિયાનો દંડ ફટ્કાર્યો હતો.

હી જિયાનકુઈ: ચીનના એક સાયન્ટિસ્ટે બે વર્ષ પહેલા દાવો કર્યો હતો કે તેમણે લેબમાં પહેલો એવો માણસ બનાવ્યો હતો કે જેના જીનમાં બદલાવ કરી શકાશે, જિયાનકુઈના પ્રમાણે તેણે બે બાળકીને તૈયાર કરી હતી જેનુ નામ નાના અને લુલુ રાખ્યુ હતુ, હોંગકોંગમાં થયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે દાવો કર્યો હતો જેને સાંભળીને બધા વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા હતા, કેટલાક વૈજ્ઞાનિકોએ તેની નિંદા પણ કરી, ચીન માનવ ક્લોનિંગને ગેરકાનૂની ગણે છે, આ જાહેરાત કર્યા બાદથી જ જિયાનકૂઈ ગાયબ થઈ ગયા હતા, બાદમાં ખબર પડી કે તેમને હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવ્યા હતા.

લુગુવાંગ: ફોટોજર્નાલિસ્ટ લુગુવાંગની ચીનના લોકોની દુર્દશાને પોતાના ફોટો દ્વારા દેખાડવાનું ભારે પડી ગયુ, તેમણે ચીનના એ રૂપને દુનિયા સામે મુકયુ જેનાથી દુનિયા અજાણ હતી, તેમણે પોતાના ફોટો દ્વારા નશાના આદી લોકો, એચ.આઈ.વીના રોગીની હાલત તેમજ પર્યાવરણનના વિનાશની વાર્તાને લોકો સમક્ષ મૂકી, તેમના ફોટોને સંવેદનશીલ જાહેર કરીને તેમની ધરપકડ કરી લેવામાં આવી અને તેમના પરિવારને આ વિશે કોઈ માહિતી આપવામાં ન આવી, તેઓ ત્રણ વાર વર્લ્ડ પ્રેસ ફોટોનો એવોર્ડ જીતી ચૂક્યા છે.

વાંગ યી: ઈસાય પાદરી વાંગ યીને ધાર્મિક સ્વતંત્રતાના સમર્થન કરવા બદલ જેલમાં નાખવામાં આવ્યા, તેમના ચર્ચ પર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા કાર્યવાહી કરી અન્ય સદસ્યો સાથે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">