Karnataka : મંત્રાલયની ફાળવણીને લઈને અનેક મંત્રીઓ નારાજ, CM બોમ્માઈએ કહ્યું “દરેકને પોતાની પસંદગીનું મંત્રાલય મળી શકે નહિ”

કર્ણાટકમાં મંત્રીમંડળના વિસ્તરણથી મંત્રી આનંદ સિંહ અને એમટીબી નાગરાજે નારાજગી વ્યક્ત કરી છે. જો કે CM બાસવરાજ બોમ્માઇએ તેમના મંત્રીઓમાં અસંતોષ અંગે જણાવ્યું હતુ કે, તેઓ વ્યક્તિગત રીતે તેમની સાથે વાત કરશે અને મામલો ઉકેલશે.

Karnataka : મંત્રાલયની ફાળવણીને લઈને અનેક મંત્રીઓ નારાજ, CM બોમ્માઈએ કહ્યું દરેકને પોતાની પસંદગીનું મંત્રાલય મળી શકે નહિ
Basavaraj Bommai (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:12 AM

Karnataka : કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઇએ (Basavraj Bommai) શનિવારે તેમના નવા મંત્રીમંડળના સભ્યોમાં વિભાગોની વહેંચણી કરી હતી. જોકે, વિસ્તરણને લઈને કેટલાક મંત્રીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

અહેવાલોનું માનીએ તો, કેટલાક મંત્રીઓ (Ministers) તેમના વિભાગથી ખુશ નથી કારણ કે તેમને પસંદગીનો વિભાગ મળ્યો નથી. જેના પર CM બસવરાજ બોમ્માઈએ જણાવ્યુ હતુ કે, દરેક મંત્રીને તેનો મનપસંદ વિભાગ મળી શકે નહિ.

મીડિયા સમક્ષ નિવેદન આપતા બોમ્માઈએ જણાવ્યું હતુ કે, દરેક વ્યક્તિને તેનો મનપસંદ વિભાગ મળી શકે નહિ. વધુમાં જણાવ્યું હતું કે, તે મંત્રી આનંદ સિંહ મારા ખૂબ નજીકના છે, તેથી અમે વાત કરીને મામલાને ઉકેલશું. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના નવનિયુક્ત મંત્રી આનંદ સિંહે મંત્રીમંડળના (Cabinet) વિભાગની ફાળવણીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વિભાગની ફાળવણીથી બે મંત્રીઓ નારાજ

આપને જણાવવું રહ્યું કે, વિભાગની ફાળવણીથી બે મંત્રીઓ આનંદ સિંહ (Aanand Sinh) અને નાગરાજે (Nagraj) નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમના પ્રધાનોમાં અસંતોષ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ નારાજ મંત્રીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરશે અને આ બાબતનો ઉકેલ લાવશે. વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને પસંદનો વિભાગ ફાળવી શકાય નહિ.

ઉલ્લેખનીય છે કે, નાગરાજ અને આનંદ સિંહે 2019 માં કોંગ્રેસ-જેડીએસનું (Congress JDS) ગઠબંધન છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા. નાગરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, “પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ પોતાનું વચન પાળ્યું નથી અને મને આપવામાં આવેલા વિભાગથી હું ખુશ નથી. જેથી, આગામી 2-3 દિવસમાં આ અંગે હું નિર્ણય લઈશ.”

મંત્રીઓ મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

નાગરાજ પાસે અગાઉની સરકારમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન (Municipal Administration) મંત્રાલય હતું અને આ વખતે પણ તેને આ મંત્રાલય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નાના ઉદ્યોગો અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની વધારાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. આપને જણાવવું રહ્યું કે,આનંદ સિંહે પણ તેમને મળેલા વિભાગ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમને પર્યાવરણ અને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી નારાજ મંત્રીઓ સાથે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’

આ પણ વાંચો: હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું “સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">