જાણો નરેન્દ્ર મોદીએ ક્યારે ? કયા ? મુલાકાત લઈને સૌને ચોકાવ્યા હતા ?

ભારત-ચીન વચ્ચે ગલવાન ખીણ પ્રદેશમાં સર્જાયેલા સીમા વિવાદની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખ સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોની મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી નાખ્યા. સરહદ ઉપર સૈન્ય જવાનોની મુલાકાત લઈને દગાખોર ચીનને સીધો જ સંકેત આપી દીધો છે કે ભારત ચીન સામે સૈન્ય કાર્યવાહી માટે તૈયાર છે, અને સૌ ભારતીયો સૈન્ય જવાનોની સાથે જ છે. […]

જાણો નરેન્દ્ર મોદીએ ક્યારે ? કયા ? મુલાકાત લઈને સૌને ચોકાવ્યા હતા ?
Follow Us:
| Updated on: Jul 03, 2020 | 10:25 AM

ભારત-ચીન વચ્ચે ગલવાન ખીણ પ્રદેશમાં સર્જાયેલા સીમા વિવાદની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખ સરહદ ઉપર તહેનાત સૈન્ય જવાનોની મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી નાખ્યા. સરહદ ઉપર સૈન્ય જવાનોની મુલાકાત લઈને દગાખોર ચીનને સીધો જ સંકેત આપી દીધો છે કે ભારત ચીન સામે સૈન્ય કાર્યવાહી માટે તૈયાર છે, અને સૌ ભારતીયો સૈન્ય જવાનોની સાથે જ છે. નરેન્દ્ર મોદીએ જેવી રીતે આજે અચાનક સરહદની મુલાકાત લઈને સૌને ચોકાવી દીધા તેવી જ રીતે ભૂતકાળમાં પણ અચાનક મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવી દીધા હતા. જોઈએ નરેન્દ્ર મોદીએ ક્યારે ? કઈ જગ્યાએ ? અચાનક મુલાકાત લઈને સૌ કોઈને ચોકાવ્યા હતા ?

modi visit 1

03-07-2020 ચીન સરહદે ચાલતા સીમા વિવાદની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ લદાખની મુલાકાત લીધી. નીમુ પણ ગયા અને ત્યા ભૂમિદળ, વાયુસેના, આઈટીબીપીના જવાનો સાથે મુલાકાત કરી. ચીફ ઓફ ડીફેન્સ બિપીન રાવ, સૈન્ય વડા પણ વડાપ્રધાનની સાથે રહ્યા હતા. વડાપ્રધાને ભારત માતા કી જય અને વંદેમાંતરમના નારા લગાવીને સૈનિકોનું મનોબળ ઉચુ લાવ્યા હતા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

litti chokha

19-02-2020 દિલ્લીના રજપથમાં ચાલતા હુન્નર મેળામાં પહોચ્યા અને ત્યા પ્રદશનમાં લગાવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. બિહારના જાણીતા વ્યંજન લીટ્ટી ચોખાનો આસ્વાદ માણ્યો અને માટીની કુલડીમાં ગરમા ગરમ ચ્હાની ચુસકી લઈને સૌ કોઈને અંચબામાં નાખી દિધા.

modi loc

27-10-2019 જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 દુર કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મિરના રાજોરીમાં લાઈન ઓફ કંટ્રોલ ખાતે સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. અને જવાનોને મીઠાઈ ખવડાવીને મ્હો મીઠુ કરાવ્યું.

harshil utrakhand

7-11-2018 2018ના વર્ષની દિવાળી નરેન્દ્ર મોદીએ ઉતરાખંડના હર્ષિલ ખાતે ઈન્ડિયા તિબેટ બોર્ડર પોલીસ (આઈટીબીપી) સાથે મનાવી હતી. ત્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ગયા હતા. જ્યા કેદારનાથની પુજા અર્ચના કરી હતી. અને નવ નિર્માણના કામકાજની સમિક્ષા કરી હતી. gurej sector

18-10-2017 જમ્મુ કાશ્મિરના ગુરેજ સેકટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી સૈનિકો સાથે મનાવી છે. સૈન્ય જવાનોને ઘરથી દુર સરહદ ઉપર માભોમ કાજે દિવાળી ઉજવવા અંગે સૈન્ય જવાનોને શુભેચ્છાઓ આપી હતી.

himachal sumdo

30-10-2016 હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત ચીન સરહદે સુમડો અને છાંગો સૈન્ય છાવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીપર્વની ઉજવણી કરી હતી. ઈન્ડો ટીબેટ બોર્ડર પોલીસ અને ડોગરા સ્કાઉટના જવાનોને મળ્યા હતા. જવાનોને સંબોધતા મોદીએ કહ્યું કે, 2001 પછી દર દિવાળી સૈન્ય જવાનોની વચ્ચે જ ઉજવે છે. મોદીએ ટવીટ કરીને પણ કહ્યું હતું કે આ કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત નહોતો.

11-11-2015 અમૃતસરમાં ડોગરાઈ વોર મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા. 1965ના ભારત પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં શહિદ થયેલ જવાનો શ્રધ્ધાજંલિ અર્પી હતી. પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્દુલ હમીદની સમાધી પર ફુલ અર્પણ કર્યા હતા. અને સૈન્ય જવાનોને સંબોધતા કહ્યું તે તમારા પરાક્રમ, સમર્પણને લીધે આજે દુનિયાભરમાં ભારતને સન્નમાનની દ્રષ્ટિએ જોવે છે. આ માત્ર સશસ્ત્રદળના કારણે છે.

with pak pm navaj sharif 25-10-2015 વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફધાનિસ્તાનની મુલાકાતેથી પરત ફરતા સમયે અચાનક પાકિસ્તાનના લાહોરમાં પહોચ્યા. લાહોરથી 40 કિલોમીટર દૂર જટ્ટી ઉમરા સ્થિત પાકિસ્તાનના તે સમયના વડાપ્રધાન નવાઝ શરીફના કૌટુંબીક ઘરે પહોચ્યા હતા. અને ત્યાં પારીવારીક લગ્નપ્રસંગે હાજરી આપીને 90 મિનીટ સુધી રોકાયા હતા.

sia chine

23-10-2014 કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિવાળીમાં સિયાચીન પહોચ્યા હતા. સમુદ્ર સપાટીથી 19 હજાર ફુટની ઉંચાઈએ બર્ફિલા વાતાવરણ વચ્ચે ભારતીય સરહદની રક્ષા કરતા જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. પરત ફરતા કાશ્મિરના પૂરગ્રસ્ત નાગિરકોને પણ મળીને સ્થિતિ થાળે પડી જશેની સાત્વના પાઠવી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">