Nandigram Election Result 2021: નંદીગ્રામમાં ઉલટફેર, સુવેન્દુ ‘દાદા’ સામે મમતા ‘દીદી’ની હાર, જાણો વિગત

થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે મમતા બેનર્જી આગળ નીકળી ગયા અને સુવેન્દુ અધિકારીને 1200 મતોથી હરાવી દીધા. પરંતુ આ બાદ નંદીગ્રામ બેઠક પર ભારે ઉલટ ફેર જોવા મળ્યો હતો અને સુવેન્દુ અધિકારીની જીત ના સમાચાર સામે આવ્યા હતા.

Nandigram Election Result 2021: નંદીગ્રામમાં ઉલટફેર, સુવેન્દુ 'દાદા' સામે મમતા 'દીદી'ની હાર, જાણો વિગત
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 02, 2021 | 6:44 PM

મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીઓના સંઘર્ષનો નિર્ણય નંદીગ્રામથી આવી ગયો છે. અહીંથી મમતા બેનર્જીએ ભાજપના સુવેન્દુ અધિકારને પરાજિત કરી દીધા છે. સુવેન્દુ અધિકાર બંગાળના મોટા નેતાઓમાંના એક છે, તે જ કારણ હતું કે દરેક જણ નંદિગ્રામની હાઇ પ્રોફાઇલ બેઠક પર નજર રાખીને બેસ્યું હતું. પ્રારંભિક આંકડાથી લાગતું હતું કે કદાચ સુવેન્દુ અધિકારી અહીંથી જીતી જશે, પરંતુ મતોની ગણતરીની સાથે મમતા બેનર્જી આગળ નીકળી ગયા અને એવા સમાચાર આવ્યા કે સુવેન્દુ અધિકારીને મમતાએ 1200 મતોથી હરાવી દીધા છે. પરંતુ ત્યાર બાદ ફરી અહેવાલ આવ્યા અને સુવેન્દુ અધિકારીની જીતનો ખુલાસો થયો.

પરંતુ આ બાદ ફરી સમાચાર આવ્યા કે નંદીગ્રામના સુવેન્દુની જીત થઇ છે. તેમજ મમતા બેનર્જીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં હારનો સ્વીકાર કર્યો હતો. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર નંદીગ્રામમાં ઉલટફેર જોવા મળ્યો અને સુવેન્દુ અધિકારીની જીત થયેલી જાણવા મળી હતી. સુવેન્દુ અધિકારીએ મમતાને 1957 મતોથી હરાવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પૂર્વ મેદિનીપુરમાં 15 ડિસેમ્બર 1970 ના રોજ જન્મેલા સુવેન્દુ અધિકારી એક સમયે મમતા બેનર્જી પછીના અને તૃણમૂલ કોંગ્રેસના બીજા મોટા નેતા હતા. પરંતુ આજે તે બંગાળમાં ભાજપનો ધ્વજ ઉભો કરી રહ્યા હતા. સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જીનો સંઘર્ષ એટલો જોરદાર રહો કે બંનેએ ચૂંટણી લડાઇમાં એકબીજાને હરાવવાનું નક્કી કર્યું હતું. ખરેખર આ વખતે મમતા બેનર્જી તેમના જુના પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીને હરાવવા નંદીગ્રામની પોતાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ મમતાની આ રસાકસીમાં હાર થઇ.

મત ગણતરીમાં ખુબ રસાકસી રહી. શરૂવાતમાં સુવેન્દુ આગળ હતા ત્યાર બાદ મમતા બેનર્જી આગળ આવ્યા. એક સમયતો એવો આવ્યો કે જ્યારે માત્ર 6 મતથી મમતા આગળ ચાલી રહ્યા હતા. આ દરમિયાન બંને પાર્ટીના સમર્થકોના જીવ જાણે તાળવે ચોંટી રહ્યા હતા. અને પછી સમાચાર આવ્યા કે મમતા બેનર્જીએ 1200 મતથી જીત મેળવી લીધી. પરંતુ ત્યાર બાદ અહેવાલમાં ઉલટફેર થયું હોવાના સમાચાર આવ્યા અને જાણવા મળ્યું કે 1957 મતોથી સુવેન્દુ અધિકારીની જીત થઇ.

નંદીગ્રામમાં ચૂંટણી સંગ્રામ

તે બિલકુલ સાચું છે કે સુવેન્દુ અધિકારીએ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સ્થાપનામાં મમતા બેનર્જીની સમાન ભૂમિકા ભજવી છે. 2007 માં જ્યારે નંદીગ્રામ આંદોલન શરૂ થયું ત્યારે મમતા બેનર્જી કદાચ આ આંદોલનનો ચહેરો બની શક્યા હોત, પરંતુ લોકોની એકત્રીકરણનું સમગ્ર કાર્ય એકલા સુવેન્દુ અધિકારીએ જ કર્યું હતું. આને કારણે જ નંદિગ્રામનું આંદોલન એટલું મોટું થઇ ગયું કે તેણે 34 વર્ષ સુધી બંગાળમાં શાસન કરી રહેલી ડાબેરી સરકારને ઉથલાવી દીધી અને મમતા બેનર્જીને બંગાળનો નવો ચહેરો બનાવ્યો. પરંતુ આજે એ જ નંદિગ્રામમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે સીધી લડાઈ હતી.

સુવેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસ છોડીને આત્મસમ્માન માટે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે મમતા બેનર્જી સુવેન્દુ અધિકારીને જણાવવા માંગતા હતા કે બંગાળમાં તે એકલી પૂરતી છે. અને એવું કહેવાતું હતું કે જો મમતા બેનર્જી નંદીગ્રામથી હારી જશે તો તેની તૃણમૂલ કોંગ્રેસ અને તેના કાર્યકર્તાઓ પર ખૂબ ખરાબ અસર પડશે અને તેમનું મનોબળ તૂટી જશે. તે જ સમયે, સુવેન્દુ અધિકારી માટેની આ લડાઇ માત્ર બંગાળમાં સત્તા મેળવવા માટે જ નથી, પરંતુ તે પોતાના સ્વાભિમાન માટેની હતી. અને આખરે સુવેન્દુ અધિકારીએ આ લડાઈ જીતી જ લીધી.

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ અહિયાં વાંચો: 5 State Assembly Election Results 2021 LIVE

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">