Monsoon Session 2021: લોકસભામાં હોબાળો, મોદીના સંબોધન પહેલા જ વિપક્ષે કર્યો સુત્રોચ્ચાર

ચોમાસુ સત્ર શરૂ થવાની સાથે જ લોકસભામાં હંગામાની શરૂઆત થઈ ગઈ છે.પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન વિપક્ષે સરાકર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 1:04 PM

આજથી સંસદ સત્રની શરૂઆત થઈ છે ત્યારે પહેલા દિવસે જ લોકસભામાં હંગામાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રધાનમંત્રીના(Prime Minister) સંબોધન દરમિયાન વિપક્ષે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

લોકસભામાં થઈ રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ (Om Birla)સત્રની કાર્યવાહીને રોકવામાં આવી હતી.અને આગામી 2 વાગ્યા સુધી કાર્યવાહીને રોકવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીના સંબોધન દરમિયાન વિપક્ષ દ્વારા સુત્રોચ્ચાર કરીને સત્રમાં હંગામો મચાવ્યો હતો.ત્યારે અધ્યક્ષ દ્વારા 2 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મોકુફ રાખવાની ફરજ પડી હતી.

ચોમાસુ સત્ર દરમિયાન(Monsoon Session) વિપક્ષ પેટ્રોલ,ડિઝલના વધતા ભાવ,સરકારની કોરોના સમયમાં કામગિરી અને વેક્સિનની અછત મુદે સરકારને ઘેરી શકે છે.

 

આ પણ વાંચો: Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનો હોબાળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

 

આ પણ વાંચો: આમ આદમી માટે રાહતના સમાચાર , Petrol – Dieselના ભાવ ઘટવાના મળી રહ્યા છે સંકેત, જાણો કઈ રીતે સસ્તું થશે ઇંધણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">