મોદી સરકારનો ખેડુતોના હિતમાં મોટો નિર્ણય, ડીએપી ખાતર પર 1200 રૂપિયાની સબસિડી જાહેર

મોદી સરકારનો ખેડુતોના હિતમાં મોટો નિર્ણય, ડીએપી ખાતર પર 1200 રૂપિયાની સબસિડી જાહેર
પ્રધાનમંત્રી મોદી (File Image)

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ PM Modi એ જાહેરાત કરી હતી કે સરકારે ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતર પર સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ કે એક બેગ પરની સબસિડી હવે 500 ની જગ્યાએ 1200 રૂપિયા કરી દેવામાં આવી છે. તેનાથી ખેડુતોને મોટો ફાયદો થશે અને 2400 ને બદલે ડીએપી ખાતરની એક થેલી ફક્ત 1200 રૂપિયામાં મળશે.

Chandrakant Kanoja

|

May 19, 2021 | 10:16 PM

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ PM Modi એ જાહેરાત કરી હતી કે સરકારે ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતર પર સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ કે એક બેગ પરની સબસિડી હવે 500 ની જગ્યાએ 1200 રૂપિયા કરી દેવામાં આવી છે. તેનાથી ખેડુતોને મોટો ફાયદો થશે અને 2400 ને બદલે ડીએપી ખાતરની એક થેલી ફક્ત 1200 રૂપિયામાં મળશે.

બુધવારેPM Modi ગુજરાતમાં વાવાઝોડા બાદ થયેલા નુકસાનના  હવાઈ સર્વેક્ષણ બાદ દિલ્હી પરત આવ્યા હતા, તેની બાદ  ખાતરોના ભાવો અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને કેબિનેટ મંત્રી સદાનંદ ગૌડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. PM Modi ને ખાતરના ભાવોના વિષય પર વિસ્તૃત માહિતી એક પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેના વધતા ભાવને કારણે ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો હોવા છતાં ખેડુતોને સમાન જૂના દરે ખાતર મળવું જોઈએ.

સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે ડીએપી ખાતર માટે સબસિડી પ્રતિ બેગ રૂ. 500 થી વધારીને બેગ દીઠ રૂપિયા 1200 કરવામાં આવે. આમ, ડીએપીના આંતરરાષ્ટ્રીય બજાર ભાવોમાં વધારો થવા છતાં, તેને ફક્ત 1200 રૂપિયાના જૂના ભાવે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સાથે સાથે કેન્દ્ર સરકારે પણ ભાવ વધારાના સમગ્ર ભારને સહન કરવાનો નિર્ણય લીધો છે. આ પૂર્વે એક સાથે બેગ દીઠ સબસિડીની માત્રામાં આટલો વધારો ક્યારેય કરવામાં આવ્યો નથી.

ગયા વર્ષે ડીએપીનો અસલ ભાવ પ્રતિ બેગ રૂ. 1,700 હતો. જેમાં કેન્દ્ર સરકાર બેગ દીઠ 500 રૂપિયાની સબસિડી આપી રહી હતી. તેથી કંપનીઓ ખેડુતોને બેગ દીઠ રૂ .1200 ના દરે ખાતર વેચતી હતી. તાજેતરમાં ડીએપીમાં વપરાતા ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેનાં આંતરરાષ્ટ્રીય ભાવો 60% થી વધીને 70% થઈ ગયા છે. આ કારણોસર, ડીએપી બેગની વાસ્તવિક કિંમત હવે 2400 રૂપિયા છે, જે ખાતર કંપનીઓ 500 રૂપિયાની સબસિડી પર વેચે છે અને 1900 રૂપિયામાં વેચે છે. આજના નિર્ણય બાદ ખેડૂતોને આ બેગ હવે 1200 રૂપિયામાં મળવાનું ચાલુ રહેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati