યુવાનોમાં નશો બનેલી ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ, શું સિગરેટ અને ગુટખાને પણ સરકારે બેન કરવી જોઈએ?

યુવાનોમાં નશો બનેલી ઈ-સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ, શું સિગરેટ અને ગુટખાને પણ સરકારે બેન કરવી જોઈએ?

મોદી સરકારની કેબિનેટ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલવે કર્મચારીઓને આ વર્ષે 78 દિવસનું બોનસ દેવાનો નિર્ણય કર્યો છે. આ બોનસનો ફાયદો રેલવેના 11 લાખ કર્મચારીઓને મળવાનો છે. 2024 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે મોદી સરકારે ઈ-સિગરેટ કપ પર બેન લગાવી દીધો છે. ભારતમાં ઈ-સિગરેટને બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ રેલવેના 11 લાખ કર્મચારીઓને 78 દિવસના બોનસ સાથે ઈ-સિગરેટ પર સરકારે સંપૂર્ણ રીતે મૂક્યો પ્રતિબંધ

સરકારે ઈ-સિગરેટ પર કેમ બેન લગાવ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું કે, મોદી કેબિનેટ દ્વારા બુધવારે ઈલેક્ટ્રોનિક સિગરેટના બનાવવા, નિકાસ કરવા, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધના અધ્યાદેશને પણ મંજૂરી આપી દેવાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કારણ જણાવતા કહ્યું કે, લોકો અને ખાસ યુવાનોના સ્વાસ્થયને લઈ આ નિર્ણય કરાયો છે. સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ સચિવ પ્રીતિ સૂદને કહ્યું કે, ઈ-સિગરેટ કે હુકકા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય ચૂક્યો છે. આ નિયમનો પ્રથમ વખત ભંગ કરવા બદલ 1 વર્ષની જેલ અથવા 1 લાખ રૂપિયાનો દંડ, બીજી વખત નિયમ તોડવા બદલ 3 વર્ષની સજા કે 5 લાખ સુધીનો દંડ અથવા બંને લાગુ પડશે.

લોકોના સ્વાસ્થયનું કારણ જણાવી મોદી સરકારે ઈ-સિગરેટ પર બેન લગાવી દીધો છે. તો શું સામાન્ય સિગરેટ સહિત હાનિકારક વસ્તુ પર પણ પ્રતિબંધ લગાવી જોઈએ કે નહીં. એક તરફ સરકાર ગુટખા અને સિગરેટ પર ટેક્ષ વસૂલે છે તો બીજી તરફ તમાકુના કારણે થતા કેન્સરના દર્દી માટે હોસ્પિટલમાં ખર્ચો કરવામાં આવે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati