Modi Cabinet Reshuffle: બહારનાં પક્ષમાંથી આવેલા 5 નેતાને મોદી સરકારે મંત્રીપદુ આપ્યુ, જ્યોતિરાદિત્યને મળ્યું તેમના પિતાનું જ ખાતુ

ખાસ વાત એ પણ હતી કે અન્ય પાર્ટીમાંથી ભાજપ(BJP)માં જોડાયેલા 5 નેતાઓને પણ મંત્રીપદ(Minsiters)નું ઈનામ આપવામાં આવ્યું. જાણો આ પાંચ નેતાનાં નામ અને તેમની પ્રોફાઈલ કે જેમણે મંત્રીમંડળમાં એન્ટ્રી લીધી

Modi Cabinet Reshuffle: બહારનાં પક્ષમાંથી આવેલા 5 નેતાને મોદી સરકારે મંત્રીપદુ આપ્યુ, જ્યોતિરાદિત્યને મળ્યું તેમના પિતાનું જ ખાતુ
Modi Cabinet Reshuffle: Modi government gives ministerial posts to 5 leaders from outside party, Jyotiraditya gets his father's portfolio
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jul 08, 2021 | 8:10 PM

Modi Cabinet Reshuffle: વર્ષ 2014ની સાલ બાદ મોદી મંત્રીમંડળનું (Cabinet Reshuffle)બીજી વાર વિસ્તરણ થયું, મંત્રીમંડળનાં ચિપાયેલા ગંજીફામાં સરકારનાં અમુક સિનિયર નેતાઓનાં રાજીનામા માગી લેવામાં આવ્યા હતા. ખાસ વાત એ પણ હતી કે અન્ય પાર્ટીમાંથી ભાજપ(BJP)માં જોડાયેલા 5 નેતાઓને પણ મંત્રીપદ(Minsiters)નું ઈનામ આપવામાં આવ્યું. જાણો આ પાંચ નેતાનાં નામ અને તેમની પ્રોફાઈલ કે જેમણે મંત્રીમંડળમાં એન્ટ્રી લીધી છે.

જ્યોતિરાદિત્ય સિંધિંયા:

બે દાયકા જેટલો સમય કોંગ્રેસમાં રહેનારા સિંધિયા મનમોહનસિંહ સરકાર સમયે મંત્રી બની ચુક્યા છે અને ચાર વખત અગાઉ સાંસદ તરીકે ચૂંટાઈને પણ આવ્યા છે. જે સમયે તેમની મુલાકાત વડાપ્રધાન સાથે થઈ તે સમયે અંદાજો લગાડવામાં આવતો હતો કે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે.

Covid-19 રોગચાળાની શરૂઆત પહેલા જ મધ્યપ્રદેશની ગાદી પર ભાજપને બેસાડનારા સિંધિયા માટે આ મોટો શિરપાવ છે. મોડી સાંજે તેમને સિવિલ એવિએશન(Civil Aviation)નું ખાતુ ફાળવવામાં આવ્યું. જણાવવું રહ્યું કે તેમના પિતા માધવરાવ સિંધિયાએ 1991 થી 1993 આ જ પોર્ટફોલિયો અને પોસ્ટ મુજબ પી વી નરસિમ્હારાવ સરકારમાં મંત્રીપદ સંભાળ્યું હતું. પોતાના પિતાનાં પગલા પર આગળ ઘપતા રહેલા જ્યોતિરાદિત્ય એ મનમોહનસિંહ સરકારમાં કોમ્યુનિક્શન સંભાળ્યું હતું જ્યારે માધવરાવ સિંધિયાએ રાજીવ સરકારમાં રેલ્વે વિભાગનો હવાલો સંભાળ્યો હતો.

વધુ એક સરખામણીની વાત કરવામાં આવે તો માધવરાવે કોંગ્રેસ પહેલા જનસંધ માટે કામ કર્યુ હતું જ્યારે કે જ્યોતિરાદિત્યનાં કોંગ્રેસ સાથે વિવાદ થતા તેમણે ભાજપને જોઈન કર્યું હતું. દાયકાઓ બાદ એમ કહી શકાય કે જ્યોતિરાદિત્ય સિંધિંયા તેમના પિતા જે પોર્ટફોલિયો સંભાળતા હતા તે જ તેમને સંભાળવાનું આવશે.

કપિલ મોરેશ્વર પાટીલ:

વર્ષ 2014માં તે ભાજપમાં જોડાયા હતા, તે પહેલા શરદ પવારની અધ્યક્ષતા વાળી NCP(Nationalist Congress Party)માં તે હતા. ભીવંડીથી તે પ્રથમવાર MP બન્યા હતા વર્ષ 2014માં, એ સિવાય જનરલ ઈલેક્શનમાં પણ વર્ષ 2019થી તે જીત્યા હતા. વર્ષ 2020થી તે મહારાષ્ટ્ર ભાજપનાં ઉપપ્રમુખ છે.

એસ પી સિંઘ બધેલ:

સમાજવાદી પાર્ટીમાંથી આવતા આ નેતાએ ભાજપમાં જોડાઈને વર્ષ 2017માં UP ઈલેક્શનમાં જીત મેળવી હતી. બહુજન સમાજ પાર્ટી (bahujan Samaj Party)માંથી  2010થી 2016 વચ્ચે તે રાજ્યસભાનાં મેમ્બર પણ રહ્યા છે. UP CM મુલાયમ સિઘનાં તે સિક્યોરિટી ઓફિસર પણ રહ્યા છે.

નીશિથ પ્રમાણિક:

પશ્ચિમ બંગાળથી આવનારા આ નેતાએ ભાજપ 2019માં જોઈન કર્યું  હતું. આ પહેલા તે TMC (Trinamool Congress)માં હતા. તે કુચ બિહાર વિસ્તારમાંથી વર્ષ 2019માં MP પણ રહી ચુક્યા છે. તાજેતરમાં વડાપ્રધાનનાં નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રમાણિક પણ ઉપસ્થિત રહ્યા હતા.

નારાયણ રાણે:

વર્ષ 2019ની સાલમાં નારાયણ રાણે ભાજપમાં જોડાયા હતા અને તેમણે પોતે ઉભા કરેલા પક્ષ સ્વાભિમાન પક્ષને અંદર જ ભેળવી દીધો હતો. શિવસેનાથી પોતાની કેરિયર શરૂ કરનારા આ દિગ્ગજ નેતા 1999માં થોડો સમય માટે મહારાષ્ટ્રનાં CM પણ બન્યા હતા. તે કોંગ્રેસમાં પણ જોડાયા હતા અને તેમાં અનેક વિભાગમાં મંત્રી તરીકે પણ રહ્યા હતા.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati