આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરુ, કોર કમિટીના સભ્યો સાથે આજે સાંજે નિરીક્ષકોની યોજાશે બેઠક

આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની તૈયારીઓ શરુ, કોર કમિટીના સભ્યો સાથે આજે સાંજે નિરીક્ષકોની યોજાશે બેઠક

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે નિમેલા નિરીક્ષકોની બેઠક, આજે સાંજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાશે. આ બેઠકમાં પેટાચૂટણી માટે નિમાયેલા નિરીક્ષકોએ તેમના પ્રવાસ દરમિયાન, ભાજપના સ્થાનિક નેતા અને કાર્યકર્તાઓના મેળવેલા અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરાશે. નિરીક્ષકોની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણી, પ્રદેશ મહામંત્રીઓ સહીત ભાજપની કોર કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં નિરીક્ષકોએ જે તે મતવિસ્તારમાં કરેલા પ્રવાસ અને તે બેઠકની સમિક્ષા બાબતે જે કોઈ અભિપ્રાય આપે તેના ઉપર ચર્ચા વિચારણા કરાશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati