માયાવતીનો કેજરીવાલ પર પ્રહાર, કોરોના દરમ્યાન પાછલા વર્ષે પણ કર્યું હતું આવું નાટક

બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી (Mayavati)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival, Delhi CM)ના એક નિવેદનને નાટકમાં ખપાવ્યું હતું.

  • Publish Date - 6:42 pm, Sat, 8 May 21 Edited By: Kunjan Shukal
માયાવતીનો કેજરીવાલ પર પ્રહાર, કોરોના દરમ્યાન પાછલા વર્ષે પણ કર્યું હતું આવું નાટક
Mayavati & Arvind Kejrival

બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતી (Mayavati)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival, Delhi CM)ના એક નિવેદનને નાટકમાં ખપાવ્યું હતું. જેમાં તેને લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોને દિલ્હીથી પલયાન નહીં કરવાની અપીલ કરી હતી. તેને કહ્યું હતું કે આ નાટક કોરોના દરમ્યાન પહેલા પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માયાવતીએ ગરીબો, દલિતો અને આદિવાસી સમુહોને નિ:શુલ્ક રસીકરણની માંગ કરી હતી.

 

 

બસપા સુપ્રીમોએ ટ્વીટ કરીને કહ્યું કે “માત્ર હાથ જોડીને દિલ્હીના CM લોકોને પલયાન ન કરવાની વાત કરે જે નાટક કોરોના દરમ્યાન પહેલા પણ કરવામાં આવ્યું હતું. જે હવે મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ વગેરે રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. અત્યારે પંજાબમાં લુધિયાણાથી પણ ઘણા લોકો પલાયન કરી રહ્યા છે, તે ઘણી દુ:ખની વાત છે.

 

 

તેને કહ્યું કે આ જગ્યાઓની રાજ્ય સરકારો જો આ લોકોમાં વિશ્વાસ પેદા કરીને તેની જરૂરિયાત સમયસર પૂરી દીધી હોત તો આ લોકોએ પલાયન ન કર્યું હોત. આ રાજ્યો પોતાની નકામી છુપાવવા માટે આવા નાટક આદરી રહ્યા છે, જે કોઈથી છૂપ્યા છુપાવાના નથી. બસપા સુપ્રીમો કુમારી માયાવતીએ સમગ્ર દેશમાં ખાસ કરીને ગરીબ, દલિત અને આદિવાસી સમૂહના લોકોને નિ:શુલ્કમાં રસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે અને તેમની આર્થિક મદદ કરવી જોઈએ.

 

 

નોંધનીય છે કે દિલ્હીમાં બેકાબૂ થતાં કોરોનાના સંક્રમણના મામલાઓને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કેજરીવાલ સરકારે લોકડાઉનની જાહેરાત કરી હતી. તે દરમ્યાન પ્રવાસી મજૂરોને ખાસ હાથ જોડીને આપીલ કરી હતી. કહ્યું હતું કે આ નાનું એવું લોકડાઉન છે અને આપ દિલ્હી છોડીને જશો નહીં.

 

 

આપના આવા અને જવામાં જ આટલા પૈસા અને સમય બરબાદ થઈ જશે. મારી આશા છે કે આ લોકડાઉન એક નાનું અને નાનું જ રહેશે, જેને વધારવાની કોઈ જ જરુરુ નહીં પડે. આપ ગિલહીમાં જ રહો. આપને જણાવી દઈએ કે આપણે કોઈ જ પ્રકરણો કષ્ટ નહીં થવા દઈએ અને સૌ સાથે મળીને મહામારી સામે લડીશું.